ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટ ગુમાવીને 200 રન કર્યા, રોરી બર્ન્સ 81 રને આઉટ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડધી સદી ફટકાર્યા બાદ રુટ. - Divya Bhaskar
અડધી સદી ફટકાર્યા બાદ રુટ.
  • જો રુટ અને રૉરી બર્ન્સે ત્રીજી વખત 50+ રનનો સ્કોર કર્યો
  • ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 497 રન કર્યા હતા

માન્ચેસ્ટર: ઓપનર રૉરી બર્નસ (81) અને જો રૂટની અડધી સદી બાદ પણ ઈંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતિમાં પહોંચ્યું છે. ત્રીજા દિવસના અંતસુધીમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટના ભોગે 200 રન કરી લીધા છે. બર્ન્સ 81 રને આઉટ થયો હતો. ટીમ હાલ 297 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 8 વિકેટના ભોગે 497 રન કરી ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. મેચના ત્રીજા દિવસે શુક્રવારે વરસાદના કારણે મેચ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. ઈંગ્લેન્ડે 1 વિકેટના ભોગે 23 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. દિવસના અંતે જોની બેરસ્ટો (2) અને બેન સ્ટોક્સ (7) રને રમતમાં હતા. ઈંગ્લેન્ડે ફોલોઓન ટાળવા માટે હજુ 98 રનની જરૂર છે. 

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ્સ: 8/497 ડિક્લેર

ઈંગ્લેન્ડરનબોલ46
બર્ન્સ કો. સ્મિથ બો. હેઝલવુ઼ડ6213770
ડેનલી કો. વેડ બો. કમિન્સ42400
ઓવર્ટન કો. સ્મિથ બો. હેઝલવુડ51500
રૂટ એલબી. બો. હેઝલવુડ4710870
રૉય બો. હેઝલવુડ223330
સ્ટોક્સ અણનમ71900
બેરસ્ટો અણનમ2200

એક્સ્ટ્રા: 8 કુલ: 200/5 (74 ઓવર), વિકેટ: 1-10, 2-25, 3-166, 4-175, 5-196. બોલિંગ: સ્ટાર્ક: 11-5-41-0, હેઝલવુડ: 20-4-48-4, કમિન્સ: 17-4-37-1, લાયન: 26-3-68-0.