T-20 / ઇંગ્લેન્ડને જીત માટે અંતિમ ઓવરમાં 7 રન કરવાના હતા; ગિડીની 2 વિકેટ અને એક રનઆઉટે દ. આફ્રિકાને 1 રને જીત અપાવી

England had to score 7 runs in the final over to win; Ngidi took 2 wickets and helped Proteas win by 1 run
દક્ષિણ આફ્રિકા 3 T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.
દક્ષિણ આફ્રિકા 3 T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.

  • દક્ષિણ આફ્રિકાએ 177 રન કર્યા, ઇંગ્લેન્ડ 9 વિકેટે 176 રન જ કરી શક્યું
  • લૂંગી ગિડી મેન ઓફ ધ મેચ બન્યો, દ. આફ્રિકા ત્રીજીવાર 1 રનના અંતરથી મેચ જીત્યું

Divyabhaskar.com

Feb 13, 2020, 02:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાએ 3 T-20 સીરિઝની પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 1 રને હરાવ્યું છે. ઇસ્ટ લંડનના બફેલો પાર્કમાં બુધવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 177 રન કર્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 9 વિકેટે 176 રન જ કર્યા. અંતિમ ઓવરમાં પ્રોટિયાસને જીત માટે 7 રનની જરૂર હતી. ત્યારે લૂંગી ગિડીની 2 વિકેટ અને એક રનઆઉટે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી. ગિડીને મેન ઓફ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

અંતિમ 2 ઓવરનો રોમાંચ
રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 18 ઓવરમાં 5 વિકેટે 155 રન કર્યા હતા. જીત માટે 12 બોલમાં 23 રનની જરૂર હતી. ત્યારે ઓઇન મોર્ગને 2 ફોર અને 1 સિક્સ મારીને મેચ પર પકડ મેળવી લીધી હતી. જોકે તે પછીના બોલે જ મોર્ગન આઉટ થતા ઇંગ્લેન્ડને એક ઓવરમાં 7 રનની જરૂર હતી. છેલ્લી ઓવરમાં ગિડીએ મોઇન અલી (5) અને ટોમ કરન (2)ને આઉટ કરીને ટીમને જીત અપાવી હતી. આ ઓવરમાં આદિલ રાશિદ 1 રને રનઆઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકા ત્રીજી વાર 1 રનના અંતરથી મેચ જીત્યું

  • દ.આફ્રિકા ત્રીજી વાર 1 રનના અંતરથી T-20 મેચ જીત્યું છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 2010માં વેસ્ટ ઇન્ડિઝ અને 2009માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
  • તેમના માટે ટેમ્બા બાવુમાએ 43, જ્યારે કવિન્ટન ડી કોક અને રસી વેન ડેર દુસેને 31-31 રનનું યોગદાન આપ્યું હતું.
  • ઇંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડને 2 વિકેટ, જ્યારે મોઇન અલી, ટોમ કરન, માર્ક વુડ, આદિલ રાશિદ અને બેન સ્ટોક્સે 1-1 વિકેટ લીધી હતી. જયારે ઇંગ્લેન્ડ માટે જેસન રોયે સૌથી વધુ 70 અને ઓઇન મોર્ગને 52 રન કર્યા હતા.
  • 6 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. દક્ષિણ આફ્રિકા માટે ગિડીએ 3 વિકેટ, જ્યારે એંડિલે ફેલુકવાયો અને બ્યુરોન હેન્ડ્રિક્સે 2-2 વિકેટ ઝડપી હતી.
X
England had to score 7 runs in the final over to win; Ngidi took 2 wickets and helped Proteas win by 1 run
દક્ષિણ આફ્રિકા 3 T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.દક્ષિણ આફ્રિકા 3 T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી