વિવાદ / ઘરેલું હિંસાના કેસમાં મોહમ્મદ શમીને રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

District Court stays arrest warrant against Mohammed Shami In Domestic Violence Case

  • મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો
  • 2 સપ્ટેમ્બરના રોજ અલીપુર કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરી અને જામીન માટે અરજી કરવાનો આદેશ આપ્યો હતો

Divyabhaskar.com

Sep 10, 2019, 12:41 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: પશ્ચિમ બંગાળના કોર્ટે ઘરેલું હિંસા કેસમાં ક્રિકેટર મોહમ્મદ શમીની ધરપકડ પર રોક લગાવી છે. શમી પર તેની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે ઘરેલું હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા 2 સપ્ટેમ્બરના રોજ અલીપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરી અને જામીન માટે અરજી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ શમીએ ચુકાદાને પડકાર્યો હતો.

મોહમ્મદ શમી 12 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે

  • શમીના વકીલ સલીમ રહેમાને કહ્યું કે સોમવારે અલીપુર જિલ્લા ન્યાયાધીશ રાય ચટ્ટોપાધ્યાયે શમીની ધરપકડ પર રોક લગાવી હતી. આ કેસની આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ થશે. જ્યારે શમી વિરુદ્ધ ધરપકડના આદેશો આપવામાં આવ્યા હતા, ત્યારે તે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે હતો.
  • બીજી તરફ, ભારતના ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધિકારીઓ પણ આ કેસ પર નજર રાખી રહ્યા છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શમી 12 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેઓ તેમના વકીલના સંપર્કમાં છે. તેમણે કહ્યું, 'વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ પૂરો થયા બાદ શમી અમેરિકા ચાલ્યો ગયો. તેઓ ત્યાંથી ઘરે પાછા ફરશે. તેમણે આ બાબતે બોર્ડના લોકો સાથે વાત કરી છે. '

કોર્ટમાં શમી અને હસીન જહાંનો ડિવોર્સ કેસ

  • બીસીસીઆઈએ કહ્યું હતું કે બોર્ડ શમી સામે ચાર્જશીટ નહીં જુએ ત્યાં સુધી કોઇ કાર્યવાહી કરશે નહીં. હસીન જહાંએ ગયા વર્ષે શમી પર હુમલો, બળાત્કાર, ખૂનનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપોનો આરોપ લગાવતા મામલો દાખલ કર્યો હતો. બંનેના ડિવોર્સનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. ભારતીય બોલરે આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.
X
District Court stays arrest warrant against Mohammed Shami In Domestic Violence Case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી