ક્રિકેટ / IPL 2020ની તૈયારી માટે ધોની CSK સાથે જોડાયને મેદાન પર કમબેક કરશે, ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થશે

એમએસ ધોની. -ફાઈલ ફોટો
એમએસ ધોની. -ફાઈલ ફોટો

  • એમએસ ધોની ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા 29 ફેબ્રુઆરીએ ચેન્નાઇ પહોંચશે
  • ધોની IPL પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ અંગે નિર્ણય લેશે
  • IPL 2020ની શરૂઆત 29 માર્ચના રોજ થશે

Divyabhaskar.com

Feb 15, 2020, 12:56 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ક્રિકેટના ભવિષ્યને લઈને અટકળો થવાની હવે બંધ થઇ ગઈ છે. 38 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 માટે પ્લાન તૈયાર કરી લીધો છે. ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)નો ટ્રેનિંગ કેમ્પ માર્ચમાં શરૂ થઇ રહ્યો છે. ધોની 29 ફેબ્રુઆરીએ ચેન્નાઇ પહોંચશે અને IPLની તૈયારી શરૂ કરશે. તેમજ CSKએ પણ માહીના સ્વાગતમાં ખાસ તૈયારી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. IPL 2020ની શરૂઆત 29 માર્ચે થશે.

વર્લ્ડ કપમાં હાર પછી ક્રિકેટમાંથી બ્રેક લીધો
ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ધોનીએ ઇંગ્લેન્ડમાં રમાયેલા 2019 વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ધોનીને તેના કમબેક વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, જાન્યુઆરી સુધી મને કઈ ન પૂછો.

BCCIએ કોન્ટ્રાકટ લિસ્ટમાંથી બહાર કરી દીધો
ધોનીને વર્ષની શરૂઆતમાં 16 જાન્યુઆરીએ BCCIએ કોન્ટ્રાકટ લિસ્ટમાંથી બહાર કરી દીધો હતો. જોકે ધોનીએ તે જ દિવસે પોતાના રાજ્યની ટીમ ઝારખંડ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તે સાથે જ ધોનીએ IPL માટેની તૈયારીનો સંકેત આપી દીધો હતો.

IPL પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ અંગે નિર્ણય લેશે
કહેવામાં આવી રહ્યું છે કે ધોની આગામી IPL પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભવિષ્ય અંગે નિર્ણય લેશે. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, ધોની IPLમાં સારું પ્રદર્શન કરીને ઓક્ટોબરમાં રમાનાર T-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શકે છે.

X
એમએસ ધોની. -ફાઈલ ફોટોએમએસ ધોની. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી