તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dhoni Out Of BCCI's Contract List; This Time Contract With 27 Players, 5 New Faces

ધોની BCCIના કોન્ટ્રેક્ટ લિસ્ટમાંથી બહાર; આ વખતે 27 ખેલાડીઓ સાથે કરાર,6 નવા ચહેરા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BCCIએ ખેલાડીઓનું વાર્ષિક કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું
  • A પ્લસ ગ્રેડમાં સામેલ ત્રણેય ખેલાડીઓને 7 કરોડ રૂપિયા વાર્ષિક મળશે

મુંબઈઃ BCCIએ ગુરુવારે ખેલાડીઓનું કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. ધોનીને ગત વર્ષે A ગ્રેડ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને જ બોર્ડે A પ્લસ ગ્રેડમાં રાખ્યા છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ A પ્લસ ગ્રેડમાં હતા. આ વર્ષે બોર્ડે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે. 

2020 કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સામેલ થયા નવા ચહેરા 
BCCIના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં પહેલી વખત મયંક અગ્રવાલ, નવદીપ સૈની, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. મયંકને ગ્રેડ બીમાં સ્થાન મળ્યું છે. અન્ય ખેલાડીઓને ગ્રેડ Cમાં સામેલ કરવામાં આવ્યા છે. 

2 ખેલાડીઓને પ્રમોશન મળ્યું 
રિદ્ધિમાન સાહા અને કેએલ રાહુલને બોર્ડેપ્રમોટ કર્યા છે. રાહુલ ગત વર્ષે ગ્રેડ Bમાં હતા, આ વખતે તેમને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે. સાહા ગ્રેડ સીમાં સામેલ હતા, તેમણે આ વખતે ગ્રેડ Cમાં સ્થાન મળ્યું છે. 

A+ ગ્રેડમાં કોહલી સહિત ત્રણ ખેલાડી

ખેલાડી2020 માં ગ્રેડ2019માં ગ્રેડવાર્ષિક કોન્ટ્રેક્ટ
 વિરાટ કોહલીA+A+7 કરોડ
રોહિત શર્માA+A+7 કરોડ
જસપ્રીત બુમરાહA+A+7 કરોડ

A ગ્રેડમાં રાહુલ, ધવન સહિત 11 ખેલાડી

ખેલાડી2020માં ગ્રેડ2019માં ગ્રેડવાર્ષિક કોન્ટ્રેક્ટ
રવિચંદ્રન અશ્વિનAA5 કરોડ
રવિન્દ્ર જાડેજાAA5 કરોડ
ભુવનેશ્વર કુમારAA5 કરોડ
ચેતેશ્વર પુજારાAA5 કરોડ
અજિંક્ય રહાણેAA5 કરોડ
કેએલ રાહુલAB5 કરોડ
શિખર ધવનAA5 કરોડ
મોહમ્મદ શમીAA5 કરોડ
ઈશાંત શર્માAA5 કરોડ
કુલદીપ યાદવAA5 કરોડ
ઋષભ  પંતAA5 કરોડ

B ગ્રેડમાં મયંક અગ્રવાલ નવો ચહેરો

ખેલાડી2020માં ગ્રેડ2019 માં ગ્રેડવાર્ષિક કોન્ટ્રેક્ટ
ઋદ્ધિમાન સાહાBC3 કરોડ
ઉમેશ યાદવBB3 કરોડ
યુજવેન્દ્ર ચહલBB3 કરોડ
હાર્દિક પંડ્યા BB3 કરોડ
મયંક અગ્રવાલB-3 કરોડ

C ગ્રેડમાં 8 ખેલાડી, જેમાંથી 5 નવા 

ખેલાડી2020માં ગ્રેડ 2019 માં ગ્રેડવાર્ષિક કોન્ટ્રેક્ટ
કેદાર જાધવCC1કરોડ
નવદીપ સૈનીC-1કરોડ
દીપર ચાહરC-1 કરોડ
મનીષ પાંડેCC1 કરોડ 
હનુમા વિહારી CC1 કરોડ
શાર્દૂલ ઠાકુર C-1કરોડ 
શ્રેયસ અય્યર C-1 કરોડ
વોશિંગ્ટન સુંદરC-1 કરોડ

ક્રિકેટ કાયમી છે, ક્રિકેટરો તો આવતાં-જતાં રહે છેઃ જયદેવ શાહ
BCCI દ્વારા મહેન્દ્રસિંહ ધોનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે કહ્યું હતું કે, ધોની લાંબા સમયથી મેચ રમ્યો નથી એટલે તેનો કોન્ટ્રાક્ટ ડ્રોપ કરાયો હોય તેમ બની શકે. આમ પણ ક્રિકેટ જ કાયમી છે, ખેલાડીઓ આવતાં-જતાં રહે છે. ભારતીય ક્રિકેટમાં ધોનીનું પ્રદાન મૂલ્યવાન છે અને રહેશે એ કોઈથી નકારી શકાય તેમ નથી.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો