• Gujarati News
  • National
  • Deepak Punia Could Not Play The Final Due To Injury, India Secured A Record 5 Medals

દિપક પુનિયા ઇજાના લીધે ફાઇનલ ન રમી શક્યો, ભારતે રેકોર્ડ 5 મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના કુશ્તીબાજોએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા. આ આપણુ અત્યાર સુધીનું રેકોર્ડ પ્રદર્શન છે. અગાઉ 2013માં આપણે સૌથી વધુ 3 મેડલ જીત્યા હતા. પાંચ મેડલિસ્ટ ખેલાડીઓમાં ચારે પહેલી વખત મેડલ મેળવ્યા છે. દીપક પૂનિયા, વેનેશ ફોગાટ, રવિ દહિયા અને રાહુલ અવારેએ અહીં પોતાના પ્રથમ મેડલ જીત્યા. જ્યારે બજરંગ પૂનિયા ત્રણ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.


વર્લ્ડ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 86 કિલોગ્રામ કેટેગરીમાં દીપક પૂનિયા ડાબા પગની ઇજાને કારણે ફાઇનલમાં ઉતરી શક્યો નહતો. તેને પ્રથમ બાઉટમાં જ ઘૂંટણની ઇજા થઇ ગઇ હતી. છતાં તે સેમિ ફાઇનલ સુધી લડ્યો ઇને જીત્યો પણ ખરો. પરંતુ ફાઇનલ પહેલાં ઘુટણમાં સોજો વધી જતાં રમી શક્યો નહીં અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું. તેણે કહ્યું કે મારા માટે ગોલ્ડ જીતવાની સારી તક હતી. છતાં હુ મારા પ્રદર્શનથી ખુશ છું. તેણે આ વર્ષે જ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે 61 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝના મુકાબમાં રાહુલ અવારેએ એમિરિકી ટેલર લી ગ્રાફને એકતરફી મેચમાં 11-4થી હરાવી દીધો. રાહુલે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સની 57 કિગ્રા વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 4 ખેલાડીઓએ ભારતને 2020ના ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે.