ક્રિકેટ / ડેલ સ્ટેન બિગ બેશ લીગની આગામી સીઝનમાં મેલબોર્ન સ્ટાર્સ માટે રમશે

Dale Steyn will be playing for the Melbourne Stars in the Big Bash League next season

Divyabhaskar.com

Oct 09, 2019, 11:53 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: મેલબોર્ન સ્ટાર્સે બિગ બેશ લીગની આગામી સીઝન માટે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. સ્ટેન અત્યારના કરાર અનુસાર પહેલી 6 મેચમાં સ્ટાર્સ માટે રમશે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડ સામેની હોમ સીરિઝ માટે તેની પસંદગી ન કરે તો સ્ટેન પાસે સ્ટાર્સ માટે આખી સીઝન રમવાનો વિકલ્પ છે.

36 વર્ષીય સ્ટેને ઓગસ્ટમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સ્ટેને કહ્યું કે, "દેશ માટે રમવું હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. પરંતુ જો મારુ ચયન ન થાય તો હું દ. આફ્રિકામાં બેસીને સમય બરબાદ કરવા માંગતો નથી, તેથી મારી પાસે પાછું ઓસ્ટ્રેલિયા જઈને સ્ટાર્સ માટે રમવાનો વિકલ્પ રહેશે."

X
Dale Steyn will be playing for the Melbourne Stars in the Big Bash League next season
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી