ટેસ્ટ / ઓસ્ટ્રેલિયાનો કમિન્સ આ વર્ષે 50 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો, ઇશાંત એવરેજના મામલે ટોપ-10 બોલર્સમાં નંબર 1

પેટ કમિન્સ. -ફાઈલ ફોટો
પેટ કમિન્સ. -ફાઈલ ફોટો

  • કમિન્સે અત્યાર સુધીમાં 18 ઇનિંગ્સમાં 51 વિકેટ લીધી છે
  • 2019માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની યાદીમાં ટોપ 6માંથી 4 ઓસ્ટ્રેલિયન
  • ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 16 ઇનિંગ્સમાં 33 વિકેટ સાથે ત્રીજા સ્થાને

Divyabhaskar.com

Dec 02, 2019, 10:14 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ 2019માં ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે પાકિસ્તાન સામે એડિલેડમાં ચાલી રહેલ પિન્ક બોલ ટેસ્ટ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનની ઇનિંગ્સની 91મી ઓવરમાં મોહમ્મદ અબબાસને આઉટ કરીને કમિન્સે આ વર્ષે 50 વિકેટ પૂરી કરી હતી. તે પછી તેને યાસિર શાહને આઉટ કર્યો હતો.

કમિન્સ 2019માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ 18 ઇનિંગ્સમાં 38 વિકેટ સાથે બીજા સ્થાને છે. ભારતીય ફાસ્ટર મોહમ્મદ શમી 16 ઇનિંગ્સમાં 33 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં ટોપ 6માંથી 4 બોલર્સ ઓસ્ટ્રેલિયાના છે. મિચેલ સ્ટાર્કે 31, જ્યારે નેથન લાયન અને જોસ હેઝલવુડે 30-30 વિકેટ લીધી છે.


ટોપ-10 બોલર્સમાં ઇશાંત શર્માની એવરેજ સૌથી સારી
2019માં સૌથી વધુ વિકેટ લેનાર 10 બોલર્સમાં ઇશાંત શર્માની એવરેજ સૌથી સારી છે. તેણે 15.56ની એવરેજથી 12 ઇનિંગ્સમાં 25 વિકેટ લીધી છે. શમી એવરેજના મામલે બીજા સ્થાને છે. તેણે 16..6ની એવરેજથી વિકેટ્સ લીધી છે.

બોલર દેશ ઇનિંગ્સ વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન એવરેજ
પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 18 51 6/23 19.43
સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડ 18 38 5/86 25.05
મોહમ્મદ શમી ભારત 16 33 5/35 16.66
મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 11 31 6/66 20.67
જોસ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 13 30 5/30 23.53
નેથન લાયન ઓસ્ટ્રેલિયા 18 30 6/49 40.03
કેમર રોચ વેસ્ટ ઇન્ડિઝ 12 27 5/17 18.07
કગીસો રબાડા સાઉથ આફ્રિકા 12 26 4/38 28.19
ઇશાંત શર્મા ભારત 12 25 5/22 15.56
નીલ વેગનર ન્યૂઝીલેન્ડ 7 25 5/44 17.36

X
પેટ કમિન્સ. -ફાઈલ ફોટોપેટ કમિન્સ. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી