તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bumrah Receives Polly Umrigar And Dilip Sardesai Award, Poonam Yadav Best International Cricketer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુમરાહને પોલી ઉમરીગર અને દિલીપ સરદેસાઈ એવોર્ડ, પૂનમ યાદવ બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસપ્રીત બુમરાહ એવોર્ડ સાથે. - Divya Bhaskar
જસપ્રીત બુમરાહ એવોર્ડ સાથે.
 • બુમરાહ વનડેમાં વર્લ્ડ નંબર 1 બોલર, તેણે ટેસ્ટમાં 62 અને વનડેમાં 103 વિકેટ લીધી
 • કે શ્રીકાંત અને અંજુમ ચોપરાને BCCI લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો
 • ચેતેશ્વર પુજારાને 2018-19માં ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવા માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ મળ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: જસપ્રીત બુમરાહને BCCIએ બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર 2018-19 માટે પોલી ઉમરીગર એવોર્ડ આપ્યો. મુંબઈમાં રવિવારે આયોજિત વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેને આ એવોર્ડ મળ્યો હતો. પૂનમ યાદવ બેસ્ટ મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટર બની હતી. તેને હાલમાં જ અર્જુન એવોર્ડ મળ્યો હતો. પૂર્વ ક્રિકેટર કૃષ્ણાચારી શ્રીકાંત-અંજુમ ચોપરાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અંજુમ 100 વનડે રમનાર પ્રથમ ભારતીય મહિલા હતી.

મયંક, શેફાલીને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ એવોર્ડ મળ્યો
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ માટે મયંક અગ્રવાલ અને શેફાલી વર્માને સમ્માનિત કરવામાં આવ્યા હતા. મયંકે આ વર્ષે 9 ટેસ્ટમાં ત્રણ સદી અને ત્રણ ફિફટીની મદદથી 872 રન કર્યા હતા. તેની એવરેજ 67.07ની રહી હતી. બીજી તરફ 15 વર્ષીય શેફાલીએ 9 T-20માં 222 રન કર્યા હતા.

બુમરાહે 2018માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું
બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં દ.આફ્રિકા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. તે દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝમાં એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપનાર એકમાત્ર એશિયન બોલર છે. તેણે ટેસ્ટમાં 62 અને વનડેમાં 103 વિકેટ લીધી છે.

પુજારાએ 8 ટેસ્ટમાં 677 રન કર્યા
ચેતેશ્વર પુજારાને 2018-19માં ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવા માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ મળ્યો હતો. તેણે 8 ટેસ્ટમાં 52.07ની એવરેજથી 677 રન બનાવ્યા હતા.

તે ઉપરાંત આ ખેલાડીઓને પણ સમ્માનિત કરવામાં આવ્યા

 • લાલા અમરનાથ બેસ્ટ ઓલરાઉન્ડર એવોર્ડ (2018-19): શિવમ દુબે
 • શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સીનિયર વર્ગ): દીપ્તિ શર્મા
 • ડોમેસ્ટિકમાં સૌથી સારું પ્રદર્શન કરનાર ટીમ: વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો