તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Brian Lara Said I Wish I Had A Technique Like Lokesh Rahul, I Don't Know Why He Didn't Get A Place In The Test Team.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાયન લારાએ કહ્યું- કાશ લોકેશ રાહુલ જેવી ટેક્નિક મારી પાસે હોત, ખબર નહીં તેને ટેસ્ટ ટીમમાં સ્થાન કેમ ન મળ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન લારાએ કહ્યું કે, મારા મનમાં વિરાટ કોહલી માટે બહુ માન છે
 • લારાએ કહ્યું કે, રાહુલની ટેક્નિકમાં કોઈ ખામી નથી, તે સીધા બેટે રમે છે અને તેની હેડ પોઝિશન પર બરાબર છે

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાન બ્રાયન લારાએ લોકેશ રાહુલને પોતાનો ફેવરિટ પ્લેયર કહ્યો છે. લારાએ કહ્યું કે, "રાહુલ પાસે ગજબની ટેક્નિક છે. મને આશ્ચર્ય થાય છે કે તેને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નહોતું." લારાએ તે પણ જણાવ્યું કે, તેને વિરાટ કોહલી માટે બહુ માન છે. T-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ફાયદો થશે, પરંતુ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ તેને ટક્કર આપશે અને સારો પડકાર ફેંકશે.

કાશ, મારી પાસે રાહુલ જેવી ટેક્નિક હોત
ઇએસપીએન ક્રિકઇન્ફો વેબસાઈટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લારાએ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગે વાત કરી હતી. તેના અનુસાર ભારતીય ટીમ પરિસ્થિતિ અનુસાર રમી શકી નહોતી. જોકે તેનાથી વધુ હેરાન થવાની જરૂર નથી. રાહુલ અંગે વાત કરતા તેણે જણાવ્યું છે, અત્યારે રાહુલ આખા વર્લ્ડમાં મારો ફેવરિટ પ્લેયર છે. તેની બેટિંગ જોઈને મને બહુ આનંદ થાય છે. તેની ટેક્નિક ગજબની છે. કાશ મારી પાસે પણ આવી ટેક્નિક હોત. તેનું બેટ સીધું આવે છે અને માથું બોલ ઉપર રહે છે.

ટેસ્ટ ટીમમાં રાહુલ કેમ નહીં?
લારાએ કહ્યું કે, "રાહુલની ટેક્નિકમાં કોઈ ખામી નથી. તે સીધા બેટે રમે છે અને હેડ પોઝિશન પણ બરોબર છે. હું નથી જાણતો કે તે ભારતની ટેસ્ટ ટીમમાં કેમ નથી. કદાચ કારણકે તેણે પહેલા સારું પ્રદર્શન નહોતું કર્યું. મારુ માનવું છે કે રાહુલ દરેક ફોર્મેટનો પ્લેયર છે. તેને ટેસ્ટ ટીમમાં જરૂર હોવું જોઈએ.

અન્ય ત્રણ પ્લેયર્સનું નામ લીધું
લારાને પૂછવામાં આવ્યું કે રાહુલ સિવાય તેને અન્ય ક્યાં પ્લેયર્સ ગમે છે? તેણે કહ્યું કે, "વિરાટ કોહલી, તેના માટે મને બહુ માન છે. રોહિત શર્માને બેટિંગ કરતા જોવાની અલગ જ મજા છે. વિચારો રોહિતે એક જ વર્લ્ડ કપમાં પાંચ સેન્ચુરી મારી છે. વિન્ડીઝની વાત કરું તો નિકોલસ પૂરન સારું રમી રહ્યો છે. તે હવે જવાબદારી સાથે રમતા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો