તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પોર્ટ્સ ડેસ્ક: બંગાળે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં રાજકોટ ખાતે વાપસી કરી છે. 134/3થી દિવસ શરૂ કરતા મહેમાન ટીમે ચોથા દિવસે 220 રન ઉમેર્યા હતા અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. મેચમાં રિઝલ્ટ આવે તેવી કોઈ સંભાવના નથી. તેથી જે ટીમને પહેલી ઇનિંગ્સમાં લીડ મળશે તે રણજીનું ટાઇટલ પોતાના નામે કરશે. મહેમાન ટીમે એકસમયે 263 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે પછી અનુસ્તૂપ મજુમદાર અને અર્નબ નંદીએ સાતમી વિકેટ માટે 91* રનની ભાગીદારી કરી છે. મજુમદાર 58 અને નંદી 28 રને રમી રહ્યા છે.
સુદીપ અને સાહાની 101 રનની ભાગીદારી
બંગાળે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રમત રમતા પ્રથમ સેશનમાં વિના વિકેટે 84 રન કર્યા હતા. સુદીપ અને સાહાની જોડીએ ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને સૌરાષ્ટ્રના બોલર્સને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી. સુદીપ ચેટર્જીએ 241 બોલમાં 7 ફોરની મદદથી 81 રન કર્યા હતા. તે ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં શોર્ટ લેગ પર વિશ્વરાજ જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે રિદ્ધીમાન સાહાએ 184 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. તે પ્રેરક માંકડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ 16 રને ચેતનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
છેલ્લા દિવસે કેપ્ટન ઉનડકટ પાસેથી કમબેકની આશા
ટૂર્નામેન્ટમાં 65 વિકેટ ઝડપનાર જયદેવ ઉનડકટે આ મેચમાં 30 ઓવરમાં 8 મેડન સહિત 84 રન આપ્યા છે. તેને એકપણ વિકેટ મળી નથી. દિવસમાં એક નિર્ણય તેની તરફેણમાં નહોતો ગયો જયારે ગ્રાઉન્ડ અમ્પાયરે સાહાને એલબીડબ્લ્યુ આપ્યા પછી થર્ડ અમ્પાયર એસ રવિએ માત્ર બે અવાજ સંભળાય છે તેવી દલીલના લીધે તેને નોટઆઉટ આપ્યો અને ગ્રાઉન્ડ અમ્પાયરને નિર્ણય ફેરવવા કહ્યો હતો. એક અવાજ બોલ બેટને અને બીજો બેટ પેડને અડે તેનો હતો. જોકે રવિનું માનવું અલગ હતું. અંતિમ દિવસે બંગાળ માટે 72 રન કરવા અને સૌરાષ્ટ્ર માટે 4 વિકેટ ઝડપવી એક જેટલી જ અઘરી રહેશે. પાંચમા દિવસે પ્રથમ અર્ધી કલાકનો સમય નક્કી કરશે કે કઈ ટીમ 2019-20માં ચેમ્પિયન બને છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.