નિધન / ટીમ ઈન્ડિયાના સુપરફેન ચારુલતા પટેલનું નિધન, BCCIએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી

BCCI tweeted a tribute to the demise of Team India superintendent Charulata Patel

  • ભારત-બાંગ્લાદેશની મેચ  દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ચારુલતા પટેલના આશીર્વાદ લીધા હતા 
  • ચારુલતા પટેલનું 13મી જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા

Divyabhaskar.com

Jan 16, 2020, 01:23 PM IST
સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના સુપરફેન ચારુલતા પટેલનું નિધન થયું છે. BCCIએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. 87 વર્ષની ઉંમર હોવા છતા વર્લ્ડકપની મેચમાં હાજર રહીને તેમણે ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારથી તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.તેમના નિધન બાદ #CharulataPatel કરીને લોકો ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ICC વર્લ્ડકપ 2019 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની એક 87 વર્ષીય ક્રિકેટ ફેન ચારુલતા પટેલ ઘણા ચર્ચામાં રહ્યા હતા. ઈગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડકપ દરમિયાન ચારુલતાએ સ્ટેડિયમમાં પહોંચી ટીમને સપોર્ટ કર્યો હતો.તેઓ વ્હીલચેર પર બેસી દરેક ચોગ્ગા અને છગ્ગા પર પીપુડા વગાડી ઉત્સાહ વધારી રહ્યાં હતાં. તેમને જોઇ વિરાટ અને રોહિત તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મારી શુભેચ્છા ટીમની સાથે છે.

X
BCCI tweeted a tribute to the demise of Team India superintendent Charulata Patel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી