રિપોર્ટ / BCCIએ કહ્યું- IPL ઉદ્ઘાટન સમારોહ નહીં થાય, આ પૈસાની બરબાદી છે

BCCI says IPL will not be inaugurated, this is a waste of money

  • IPLમાં થનારી ઓપનિંગ સેરેમની માટે નિર્ધારિત રકમ કોઇ સારા કામ માટે ખર્ચ થશે
  • ગત વર્ષે પુલવામા હુમલાના લીધે ઉદ્ઘાટન સમારોહ નહોતો થયો

Divyabhaskar.com

Nov 06, 2019, 07:27 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની આગામી દરેક સિઝનમાં સંભવત: પહેલાની જેમ રંગારંગ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય. BCCIએ તેને બિનજરૂરી ખર્ચો જણાવ્યો છે. તેના માટે નિર્ધારિત રકમ કોઇ સારા કામ માટે ખર્ચ કરવામા આવશે. ફેબ્રુઆરી 2019માં પુલવામાં હુમલાના કારણે સમારોહ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓપનિંગ સમારોહ માટે નિર્ધારિત રકમ સુરક્ષાદળોને આપી દેવાઇ હતી.

બિનજરૂરી ખર્ચાથી બચવાની કોશિશ
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં બીસીસીઆઇના એક અધિકારીએ ઉદ્ઘાટન સમારોહ પર થનારા ખર્ચાને બિનજરૂરી અને પૈસાની બરબાદી કહી હતી. તેમણે કહ્યું- ''આઇપીએલની ઓપનિંગ સેરેમની બિનજરૂરી ખર્ચો છે. દર્શકોને પણ તેમાં કોઇ રસ નથી હોતો. તેના માટે અમે અમને ભારે રકમ વાપરવી પડે છે.''

20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે
IPL 2019નો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કર્યા બાદ બીસીસીઆઇએ એક નિવેદન જાહેર કર્યું હતું. તેમાં કહેવાયું હતું - સમારોહ પર લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. અમે નક્કી કર્યું છે કે તેમાંથી 11 કરોડ ભારતીય સેના, 7 કરોડ સીઆરપીએફ અને 1-1 કરોડ રૂપિયા નેવી અને એરફોર્સના રાહત ફન્ડમાં આપવામાં આવશે.

વિનોદ રાયે પહેલ કરી હતી
સૌરવ ગાંગુલી અત્યારે બીસીસીઆઇના નવા અધ્યક્ષ છે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ મતલબ કે સીઓએ બોર્ડનું કામ જોઇ રહી હતી. તેના ચેરમેન પૂર્વ કેગ વિનોદ રાય હતા. તેમણે જ બિનજરૂરી ખર્ચાથી બચવા અને ચેરિટી દ્વારા દિલોની જીતવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું- એક સંગઠન તરીકે અમને લાગે છે કે આઇપીએલના ઉદ્ઘાટન સમારોહની કોઇ જરૂર નથી. તેના કરતા આ રકમને એ કામ પર ખર્ચ કરવી જોઇએ જેનાથી લોકોની ભાવનાઓ જોડાયેલી છે.

X
BCCI says IPL will not be inaugurated, this is a waste of money

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી