વિવાદ / રણજી મેચમાં કોમેન્ટેટરે કહ્યું- દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ, લોકોએ કહ્યું- BCCI હિન્દી થોપવાનું બંધ કરે

Commentary on Ranji match: Every Indian should know Hindi, people say - BCCI stops Hindi

  • કર્ણાટક-વડોદરાની મેચમાં કોમેન્ટેટર સુશીલ દોષીએ આ નિવેદન આપ્યું, સોશિયલ મીડિયા પર આકરી ટીકા
  • ન્યુઝીલેન્ડની સામેની અંતિમ વનડેમાં કેએલ રાહુલ અને મનીષ પાંડે પણ કન્નડમાં વાત કરી રહ્યાં હતા

Divyabhaskar.com

Feb 13, 2020, 11:10 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ કર્ણાટક અને વડોદરાની વચ્ચે રમાતી રણજી ટ્રોફીની મેચમાં ગુરુવારે બીસીસીઆઈ કોમેન્ટેટર સુશીલ દોષીના એક નિવેદન પર વિવાદ સર્જાયો છે. વડોદરાના બીજા દાવમાં સાતમી ઓવર દરમિયાન તેમણે કહ્યું- મને સારુ લાગે છે કે સુનીલ ગાવસ્કર ડોટ બોલને ‘બિંદી’ બોલ કહે છે. તેની પર બીજા કોમેન્ટેટરે જવાબ આપ્યો કે ભારતીયોને હિન્દી આવડવી જોઈએ, કારણે તે અમારી માતૃભાષા છે. તેનાથી બીજો કોઈ મોટી ભાષા નથી.

તેમણે કહ્યું મને એવા લોકો પર ગુસ્સો આવે છે, જેઓ કહે છે કે અાપણે ક્રિકેટર છે તો શું હજી પણ હિન્દીમાં જ વાત કરવી જોઈએ ? તમે ભારતમાં રહી રહ્યાં છો તો તમારે અહીંની માતૃભાષા એટલે કે હિન્દી જ બોલવી જોઈએ.

સોશિયલ મીડિયા યુઝર બોલ્યા- ભારતની કોઈ માતૃભાષા નથી, દરેક રાજ્યની પોતાની ભાષા

સુશીલના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું કે આ કોમેન્ટેટરે કહ્યું દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ ? તમે કોણ છો આ વાત કહેનાર ? લોકો પર હિન્દી થોપવાનું બંધ કરો. દરેક ભારતીયને હિન્દી આવડવી જરૂરી નથી. બીજા યુઝરે લખ્યું- ભારતની કોઈ માતૃભાષા નથી. દરેક રાજયની પોતાની ભાષા છે આ કારણે હિન્દી થોપવાનું બંધ કરો.

રાહુલ-પાંડેની કન્નડમાં વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ હતી

ન્યુઝીલેન્ડની સામે બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે દરમિયાન ભારતીય બોલર કે એલ રાહુલ અને મનીષ પાંડે કન્નડમાં વાત કરી રહ્યાં હતા. સ્ટમ્પ માઈકમાં બંનેની વાતચીત રેકોર્ડ થઈ હતી. આ દરમિયાન બંનેએ ઘણા કન્નડ શબ્દો ‘ઓડિ ઓડિ બા’(આવીજા, ભાગી જા) ‘બરથીરા’(રન લઈશ શું ?), બેડા બેડા(ના,ના) અને બા બા(આવીજા)નો ઉપયોગ કર્યો હતો. કેટલાક ટ્વીટર યુઝર્સે તેનો વીડિયા પણ શેર કર્યો હતો.

X
Commentary on Ranji match: Every Indian should know Hindi, people say - BCCI stops Hindi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી