• Home
  • Sports
  • Cricket
  • Bangladesh will not play Tests in Pakistan, BCB president says government only allowed to play T20

ક્રિકેટ / બાંગ્લાદેશ પાકિસ્તાનમાં ટેસ્ટ નહીં રમે, BCB અધ્યક્ષે કહ્યું- સરકારે માત્ર T-20 રમવાની પરવાનગી આપી

બાંગ્લાદેશની ટીમ આ મહિને પાકિસ્તાનના પ્રવાસે જશે.
બાંગ્લાદેશની ટીમ આ મહિને પાકિસ્તાનના પ્રવાસે જશે.

  • BCBના અધ્યક્ષે કહ્યું- હાલની પરિસ્થિતિમાં પાકિસ્તનામાં ટેસ્ટ રમવાની કોઈ સંભાવના નથી
  • શેડ્યુલ પ્રમાણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 3 T-20 અને 2 ટેસ્ટ રમાવવાની હતી

Divyabhaskar.com

Jan 13, 2020, 10:52 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ કહ્યું કે, બાંગ્લાદેશ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ રમશે નહીં. પરંતુ T-20 સીરિઝ રમશે. અધ્યક્ષ નઝમુલ હસને કહ્યું કે, "સરકારે સુરક્ષા કારણોના લીધે પાકિસ્તાનમાં માત્ર T-20 રમવાની છૂટ આપી છે. અત્યારે ટેસ્ટમાં ભાગ લઇએ તેવી કોઈ સંભાવના નથી. જલ્દી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ અંગે જાણકારી આપવામાં આવશે અને કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે."

શેડ્યુલ પ્રમાણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 3 T-20 અને 2 ટેસ્ટ રમાવવાની હતી. ત્રણેય T-20 23, 25 અને 27 જાન્યુઆરીએ લાહોરમાં રમાશે.

ગયા મહિને શ્રીલંકાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો
ગયા વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકા પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું. બંને દેશ વચ્ચે 2 ટેસ્ટની સીરિઝ રમાઈ હતી. રાવલપિંડી ખાતેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે કરાચીમાં પાકિસ્તાન 263 રને જીત્યું હતું. આ સીરિઝના લીધે 10 વર્ષ પછી પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થઇ હતી. ફેબ્રુઆરીમાં મેરિલબોન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ કુમાર સંગાકારાની આગેવાનીમાં એક ટીમ પાકિસ્તાન રમવા જશે.

X
બાંગ્લાદેશની ટીમ આ મહિને પાકિસ્તાનના પ્રવાસે જશે.બાંગ્લાદેશની ટીમ આ મહિને પાકિસ્તાનના પ્રવાસે જશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી