એડિલેડ ટેસ્ટ / વોર્નર પાકિસ્તાન સામેની ત્રેવડી સદી દરમિયાન હાફ મેરેથોન જેટલું દોડ્યો, 2 દિવસમાં 21 કિલોમીટરનું અંતર કાપ્યું

ડેવિડ વોર્નર. -ફાઈલ ફોટો
ડેવિડ વોર્નર. -ફાઈલ ફોટો

  • ડેવિડ વોર્નરે એડિલેડ ટેસ્ટમાં પાકિસ્તાન સામે 335* રનની ઇનિંગ્સ રમી
  • વોર્નરે ક્રિઝ પર 9 કલાકથી વધુ સમય વિતાવ્યો, કુલ 127 ઓવર બેટિંગ કરી

Divyabhaskar.com

Dec 02, 2019, 10:49 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની હાઈ પરફોર્મન્સ ટીમે ખુલાસો કર્યો છે કે, એડિલેડ ટેસ્ટ દરમિયાન ત્રેવડી સદી ફટકારનાર ડેવિડ વોર્નર લગભગ 21 કિલોમીટર દોડ્યો હતો. આ અંતર હાફ મેરેથોન બરાબર છે. વોર્નરે મેચના પ્રથમ બે દિવસે બેટિંગ કરી હતી. તે દરમિયાન તે 9 કલાકથી વધુ સમય ક્રિઝ પર રહ્યો હતો અને કુલ 127 ઓવર રમ્યો. વોર્નર પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તેણે એક ક્રિકેટ વેબસાઈટને કહ્યું કે, " મને મારી ફિટનેસ પર ગર્વ છે. જો હું રમી રહ્યો હોઉં તો ટ્રેડમિલ અથવા સમુદ્ર કિનારે દોડું છું. અહિયાં એડિલેડ ખાતે પણ મેચની શરૂઆત પહેલા હું જોગિંગ પર ગયો હતો. મારી પત્ની ધ્યાન રાખે છે કે હું આવું કરું. અમારે ત્રણ બાળક હોવાથી અમે બંને રોજ સવારે જલ્દી ઉઠીને પોતાને ફિટ રાખવા જરૂરી કાર્ય કરીએ છીએ."

કેપ્ટન ટિમ પેને ઇનિંગ્સ ડિક્લેર કરતા વોર્નર લારાનો રેકોર્ડ તોડી શક્યો નહીં
વોર્નર બ્રાયન લારાના 400 અણનમ રનની ઇનિંગ્સના રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો હતો. જોકે ટિમ પેને ઇનિંગ્સ ડિક્લેર કરતા વોર્નર તેનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. ટિમે ઇનિંગ્સ ડિક્લેર કરી ત્યારે કાંગારુંએ 3 વિકેટે 589 રન કર્યા હતા. વોર્નર 335 રને અણનમ હતો.

વોર્નરે માર્ક ટેલર અને બ્રેડમેનને પાછળ છોડ્યા, મેથ્યુ હેડન સૌથી આગળ
વોર્નર એક ઇનિંગ્સમાં સર્વાધિક રન કરનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની સૂચિમાં બીજા સ્થાને છે. તેણે માર્ક ટેલર (334*) અને ડોન બ્રેડમેન (334)ને પાછળ છોડ્યા છે. ઓપનર મેથ્યુ હેડને ઓક્ટોબર 2003માં ઝિમ્બાબ્વે સામે 380 રન કર્યા હતા.

X
ડેવિડ વોર્નર. -ફાઈલ ફોટોડેવિડ વોર્નર. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી