વુમન્સ ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ: સતત 18મી વનડે જીત્યું, શ્રીલંકાને 9 વિકેટે હરાવીને 3-0થી વ્હાઇટવોશ કર્યો

એલિસા હેલીએ 76 બોલમાં 112* રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 15 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાની ત્રીજી સદી મારી હતી.
એલિસા હેલીએ 76 બોલમાં 112* રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 15 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાની ત્રીજી સદી મારી હતી.

  • મેન્સ ક્રિકેટમાં પણ સતત સૌથી વધુ જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે
  • રિકી પોન્ટિંગની આગેવાનીમાં 2003થી 2005માં ઓસ્ટ્રેલિયા સતત 21 વનડે જીત્યું હતું

Divyabhaskar.com

Oct 09, 2019, 02:52 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાની વુમન્સ ક્રિકેટ ટીમે શ્રીલંકાને બીજી વનડેમાં 9 વિકેટે હરાવીને સતત સૌથી 18 વનડે જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે પોતાનો જ 1997થી 1999 દરમિયાન સતત 17 મેચ જીતવાનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓ માર્ચ 2018થી એકપણ વનડે હાર્યા નથી. 18માંથી 12 મેચ તેઓ વિદેશી ધરતી પર જીત્યા છે. આ સાથે તેમણે લંકા સામેની સીરિઝ પણ 3-0થી જીતી હતી.

23 ઓવર બાકી રાખીને કાંગારુંએ ટાર્ગેટ ચેઝ કર્યો
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ચમારી અટ્ટાપટ્ટુ (103 રન)ની સદી થકી 50 ઓવરમાં 196 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 23 ઓવર બાકી રાખીને મેચ જીતી હતી. રનચેઝમાં વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલીએ 76 બોલમાં 112* રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 15 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાની ત્રીજી સદી મારી હતી. મેન્સ ક્રિકેટમાં પણ સતત સૌથી વધુ જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ત્યારે રિકી પોન્ટિંગની આગેવાનીમાં 2003થી 2005માં ઓસ્ટ્રેલિયા સતત 21 વનડે જીત્યું હતું.

X
એલિસા હેલીએ 76 બોલમાં 112* રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 15 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાની ત્રીજી સદી મારી હતી.એલિસા હેલીએ 76 બોલમાં 112* રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 15 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાની ત્રીજી સદી મારી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી