એશિઝ / ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 18 DRS સાચા લીધા, ઇંગ્લેન્ડે માત્ર 8; આ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો

સ્ટીવ સ્મિથ.
સ્ટીવ સ્મિથ.

  • પાંચ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે, એશિઝ તેની પાસે જ રહેશે
  • ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી

Divyabhaskar.com

Sep 10, 2019, 01:41 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા 18 વર્ષ પછી ઇંગ્લેન્ડમાંથી એશિઝ લઈને પરત ફરશે. સીરિઝના અત્યાર સુધીના પરિણામ ઉપર DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)ના ઉપયોગે મોટી ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 18 વખત DRS થકી સાચા નિર્ણય લીધા છે. બીજી તરફ ઇંગ્લેન્ડના પક્ષે DRSના માત્ર 8 નિર્ણય ગયા હતા.

આ વચ્ચે ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે ટીમ જાહેર કરી દીધી છે. તેમની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોરી બર્ન્સ અને જો ડેનલીને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ જેસન રોયને પણ વધુ એક તક આપવામાં આવી છે. કાંગારુંએ હજી સુધી પાંચમી ટેસ્ટ માટે ટીમ જાહેર કરી નથી.

સ્મિથે ચશ્મા પહેરીને લીચની નકલ કરી
ચોથી ટેસ્ટ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ મોડી રાત સુધી ગ્રાઉન્ડ પર સેલિબ્રેટ કર્યું હતું. સીરિઝમાં 134ની એવરેજથી 671 રન કરનાર સ્ટીવ સ્મિથ ફરી એક વાર વિવાદમાં આવી ગયો છે. તે ચશ્મા પહેરીને ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચની નકલ કરી રહ્યો હતો. ટ્વિટર પર ફેન્સે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોઈએ લખ્યું કે ઓસ્ટ્રેલિયા જીતીને બધી સભ્યતા ભૂલી જાય છે. કોઈએ સ્મિથને કહ્યું કે, તે હમણાંજ એક વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછો આવ્યો છે.

X
સ્ટીવ સ્મિથ.સ્ટીવ સ્મિથ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી