તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Australia Pacer Kane Richardson Quarantined Before 1st ODI Vs NZ, Coronavirus Test Results Still Pending

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન રિચાર્ડસન. ફાઈલ ફોટો - Divya Bhaskar
કેન રિચાર્ડસન. ફાઈલ ફોટો

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભાગ લીધો નહોતો. તેણે ગુરુવારે મેડિકલ ટીમને સોર થ્રોટ (સુકુ ગળું)ની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ હાલની પરિસ્થિતિ જોતા મેડિકલ ટીમે ટેસ્ટ કરાવવો વ્યાજબી સમજ્યો હતો. કેનની જગ્યાએ ફાસ્ટ બોલર સીન એબોટનો સ્ક્વોડમાં સમાવેશ થયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, " તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તે ફરીથી ટીમ સાથે જોડાશે." અગાઉ તેમણે કહેલું કે, અમારું મેડિકલ સ્ટાફ આને થ્રોટ ઇન્ફેક્શન તરીકે જ જોવે છે પરંતુ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના પ્રોટોકોલને ફોલો કરતા અમે ટેસ્ટ કરાવ્યો છે. તેમજ તેને અન્ય મેમ્બર્સથી દૂર રાખ્યો છે. તે છેલ્લા 14 દિવસમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યો હોવાથી અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો