ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાન સામેની સીરિઝ માટે ટીમ જાહેર કરી, સ્મિથ 43 મહિના પછી ટી-20 રમશે

સ્મિથે છેલ્લી ટી-20 મેચ 43 મહિના અગાઉ ભારત વિરુદ્ધ માર્ચ 2016માં રમી હતી. -ફાઈલ
સ્મિથે છેલ્લી ટી-20 મેચ 43 મહિના અગાઉ ભારત વિરુદ્ધ માર્ચ 2016માં રમી હતી. -ફાઈલ

Divyabhaskar.com

Oct 09, 2019, 10:57 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારી ટી-20 સીરિઝ માટે મંગળવારે ટીમ જાહેર કરી હતી. જેમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને સ્થાન મળ્યું છે. સ્મિથે છેલ્લી ટી-20 મેચ 43 મહિના અગાઉ ભારત વિરુદ્ધ માર્ચ 2016માં જ્યારે ડેવિડ વોર્નરે ફેબ્રુઆરી 2018માં રમી હતી. બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે બંને ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ હતો.

ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને ટીમમાં સ્થાન નથી મળ્યું. સ્ટોઈનિસ વન-ડે વર્લ્ડ કપમાં માત્ર 87 રન કરી શક્યો હતો. ક્રિસ લિન, ડાર્સી શૉર્ટ અને કુલ્ટર નાઈલને પણ સ્થાન નથી મળ્યું. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં જ ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. બોર્ડના ચીફ સિલેક્ટર ટ્રેવર હોન્સે કહ્યું કે, 'વર્લ્ડ કપમાં માત્ર એક વર્ષનો સમય બાકી છે. ટીમ તેને ધ્યાનમાં રાખી સિલેક્ટ કરવામાં આવી છે. સ્મિથ ત્રણેય ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે, જ્યારે વોર્નર ટી-20નો શ્રેષ્ઠ ખેલાડી છે. બંનેનું કમબેક ટીમ માટે લાભદાયી રહેશે.' 5 વન-ડે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપ નથી જીતી શક્યું. શ્રીલંકા વિરુદ્ધ 3 મેચ 27,30 ઓક્ટોબર અને 1 નવેમ્બરે રમાશે. પાકિસ્તાન વિરુદ્ઘ 3 મેચ 3, 5 અને 8 નવેમ્બરે રમાશે.

ટીમ: આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, એલેક્સ કેરી, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, બેન મેક્ડરમોટ, એસ્ટન ટર્નર, કેન રિચાર્ડસન, પેટ કમિન્સ, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઈ, એસ્ટન અગર, એડમ ઝામ્પા.

X
સ્મિથે છેલ્લી ટી-20 મેચ 43 મહિના અગાઉ ભારત વિરુદ્ધ માર્ચ 2016માં રમી હતી. -ફાઈલસ્મિથે છેલ્લી ટી-20 મેચ 43 મહિના અગાઉ ભારત વિરુદ્ધ માર્ચ 2016માં રમી હતી. -ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી