તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Apart From Cricket, Dhoni: Owns Thousands Of Crores Of Properties, 3 Big Companies And Is Co owner Of A Football Club

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ઉપરાંત ધોની : હજારો કરોડની સંપત્તિ, 3 મોટી કંપનીઓ, ફૂટબોલ ક્લબનો માલિક પણ છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમએસ ધોની. -ફાઈલ ફોટો - Divya Bhaskar
એમએસ ધોની. -ફાઈલ ફોટો
 • લાઇમલાઇટમાં મહેન્દ્ર સિંહ ધોની | કેમ કે નિવૃત્તિના સંકેત વચ્ચે ભવિષ્યમાં ધોની શું કરશે તે અંગે ચર્ચા ચાલી રહી છે

સ્પોર્ટ્સ ડેસ્ક: એમ. એસ. ધોની તેની છેલ્લી વન ડે મેચ ગત વર્ષે 9 જુલાઇએ વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ સાથે શ્રેણી રમી પણ ધોની 6 મહિનાથી ટીમમાં નથી. આ દરમિયાન તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તેવી અફવા બહુ ફેલાઇ. ત્યાં સુધી કે ટિ્વટર પર લતા મંગેશકરે પણ તેને નિવૃત્તિ ન લેવા અપીલ કરી. જોકે, 38 વર્ષીય ધોનીએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે જાન્યુઆરી સુધી તેને નિવૃત્તિ અંગે ન પૂછવું. તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એમ કહીને સૌને ચોંકાવી દીધા કે ધોની વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે. તે આઇપીએલમાં સારું રમે તો ટી20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે.


ધોની ક્રિકેટર ઉપરાંત સારો બિઝનેસમેન અને સફળ રોકાણકાર પણ છે. તે 2017-18માં બિહાર-ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ રહ્યો. તેણે 12.17 કરોડ રૂ. ટેક્સ ચૂકવ્યો. 2016-17માં તેણે 10.93 કરોડ રૂ. ટેક્સ ચૂકવ્યો હતો. 2012માં ધોનીએ તેના ફ્રેન્ડ અરુણ પાન્ડે સાથે મળીને સ્પોર્ટ્સ ફિટ પ્રા. લિ. નામની કંપની ખોલી હતી. આ કંપનીના બેનર હેઠળ દેશભરમાં 200થી વધુ જિમ છે. તદુપરાંત, રીતિ ગ્રુપ નામની એક કંપનીમાં પણ ધોનીનો માલિકીહક છે. આ કંપની પણ સ્પોર્ટ્સ ઉપરાંત ઘણા ખેલાડીઓનું પબ્લિક રિલેશન્સનું કામ જુએ છે. રીતિ ગ્રુપે 2016માં લાઇફસ્ટાઇલ અને સ્પોર્ટ્સવેરની બ્રાન્ડ 'સેવન' શરૂ કરી. ધોની કાર્સ 24 સ્ટાર્ટઅપનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેના બદલામાં તેની પાસે કંપનીના શેર છે. ધોનીને ફુટબોલમાં બહુ રસ છે. 'ચેન્નઇઇન એફસી' ફુટબોલ ક્લબમાં તે કો-ઓનર છે. તદુપરાંત, હોકી ઇન્ડિયા લીગની ફ્રેન્ચાઇઝી રાંચી રેઝનો કો-ઓનર છે.

ઇન્ફો:

 • જન્મ- 7 જુલાઇ, 1981 - શિક્ષણ- બી.કોમ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, રાંચી)
 • સન્માન- પદ્મભૂષણ, પદ્મશ્રી, આઇસીસી વન ડે ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર (2008-09), આઇસીસી એવોર્ડ ફોર સ્પિરિટ ઓફ ક્રિકેટ (2011)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો