ક્રિકેટ / નેપાળની અંજલી ચંદે એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી, ઇન્ટરનેશનલ T-20માં શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો

અંજલી ચંદ.
અંજલી ચંદ.

Divyabhaskar.com

Dec 02, 2019, 04:39 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: નેપાળ વુમન્સ ક્રિકેટ ટીમની અંજલી ચંદે T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે માલદીવ સામેની મેચમાં એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી હતી. તેણે 13 બોલમાં હેટ્રિક સહિત 6 વિકેટ લીધી હતી અને તેમાં ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક સહિત બધા બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. તેણે મલેશિયાની માસ એલિસાનો રેકોર્ડ તોડ્યો હતો. એલિસાએ જાન્યુઆરી 2019માં ચાઈના સામે 6 રન આપીને 3 વિકેટ લીધી હતી.

મેન્સ T-20 ક્રિકેટમાં બોલિંગ શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ભારતના દિપક ચહરના નામે છે. ચહરે ગયા મહિને બાંગ્લાદેશ સામે હેટ્રિક સહિત 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. માલદીવની ટીમ 10.1 ઓવરમાં 16 રનમાં ઓલઆઉટ થઇ હતી. નેપાળે 5 બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

X
અંજલી ચંદ.અંજલી ચંદ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી