રણજી ટ્રોફી / ગુજરાત સામે આંધ્ર પ્રદેશ 177 રનમાં ઓલઆઉટ થયું, સૌરાષ્ટ્ર સામે તમિલનાડુ 250/7

અરજણ નાગવાસવાળા. -ફાઈલ ફોટો
અરજણ નાગવાસવાળા. -ફાઈલ ફોટો

  • ગુજરાત માટે અરજણે ચાર અને અક્ષરે  ત્રણ વિકેટ ઝડપી
  • તમિલનાડુના અભિનવ મુકુંદે 86 રન કર્યા, સૌરાષ્ટના કેપ્ટન જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી

Divyabhaskar.com

Feb 12, 2020, 06:03 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાતે રણજી ટ્રોફીના નવમા રાઉન્ડમાં નડિયાદના જીએસ સ્ટેડિયમ ખાતે આંધ્ર પ્રદેશને 177 રનમાં ઓલઆઉટ કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આંધ્રની શરૂઆત સારી રહી હતી. સી જ્ઞાનેશ્વર અને પ્રશાંત કુમારે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. જોકે ત્યારે અક્ષર પટેલ અને સિદ્ધાર્થ દેસાઈએ ગ્રુપમાં એટેક કરતા આંધ્રએ 67 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી કરન શિંદે (49) અને બી સુમંથ (40)એ છઠ્ઠી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. જોકે અક્ષરે કરનને આઉટ કરીને પોતાની ત્રીજી વિકેટ લીધી હતી. દેસાઈએ 2 વિકેટ ઝડપી હતી.

અરજણે અંતિમ ચારેય વિકેટ ઝડપી
અરજણ નાગવાસવાળાએ આંધ્રના પૂછડિયા બેટ્સમેનોને આઉટ કરતા અંતિમ 5માંથી 4 વિકેટ ઝડપી હતી. દિવસના અંતે ગુજરાતે વિના વિકેટે 2 રન કર્યા છે. સમિટ ગોહેલ અને પ્રિયાંક પંચાલ 1 રને અણનમ છે.

તમિલનાડુએ 7 વિકેટ ગુમાવી 250 રન કર્યા
અન્ય એક મુકાબલામાં રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે તમિલનાડુએ 7 વિકેટે 250 રન કર્યા છે. તમિલનાડુ માટે ઓપનર અભિનવ મુકુંદે 86 રન કર્યા હતા. જ્યારે વિકેટકીપર એન જગદીશન 61 રને અણનમ છે. અન્ય કોઈ બેટ્સમેન હજી સુધી 30 રનનો આંક વટાવી શક્યું નથી. સૌરાષ્ટ્ર માટે જયદેવ ઉનડકટે 3 અને ચિરાગ જાનીએ 2 વિકેટ લીધી છે.

X
અરજણ નાગવાસવાળા. -ફાઈલ ફોટોઅરજણ નાગવાસવાળા. -ફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી