વર્લ્ડ કપ / ભારતીય મૂળનો ફેન 6 મહિનાથી ‘શેર ધ ટ્રોફી’ કેમ્પેન ચલાવે છે

આ ક્રિકેટ ફેન અમેરિકામાં રહેતો પ્રકાશ વાધવા છે.
આ ક્રિકેટ ફેન અમેરિકામાં રહેતો પ્રકાશ વાધવા છે.

  • ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ ફાઈનલ બાઉન્ડ્રી કાઉન્ટથી જીત્યું હતું

Divyabhaskar.com

Feb 13, 2020, 11:15 AM IST

વિમલ કુમાર, માઉન્ટ મોનગાનુઈ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 અને વન-ડે સીરિઝની ક્રિકેટ કવરેઝ દરમિયાન દરેક મેચ બાદ એક વિશેષ ભારતીય ફેનને જોઉં છું. તે ન્યૂઝીલેન્ડના પ્રશંસકો પાસે જાય છે, તેમને મળે છે અને એક વિનંતી કરે છે. અમુક લોકો તેની સાથે ઉભા થઈ જાય છે. જ્યારે અમુક લોકો તેની અવગણના કરતા જોવા મળે છે. જોકે છતાં તેના ચહેરાના હાવભાવમાં ફેરફાર આવતો નથી. ત્રીજી વન-ડે મેચ અગાઉ જ્યારે કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન સાથે તેની મુલાકાત થાય છે, ત્યારે અમે તેની વાત સાંભળી અને ચોંક્યા હતા.

વાસ્તવમાં આ ક્રિકેટ ફેન અમેરિકામાં રહેતો પ્રકાશ વાધવા છે. વાધવા પોતે કોઈ એક દેશને નહીં પરંતુ પોતાને ક્રિકેટ પ્રશંસક માને છે. તેનું એવું માનવું છે કે ઈંગ્લેન્ડ સાથે ન્યૂઝીલેન્ડને ટ્રોફી શેર કરવા ના દઈ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ અન્યાય કર્યો છે. વાધવાએ કહ્યું કે,‘હું શેર ધ ટ્રોફી કેમ્પેન 6 મહિનાથી ચલાવી રહ્યો છું. મારી સાથે ઘણા લોકો જોડાયા. અમે ફેન્સ તરીકે આઈસીસી સમક્ષ અવાજ ઉઠાવવા માગીએ છીએ, જેથી ન્યૂઝીલેન્ડને ન્યાય મળે.’ તમને એવું લાગશે કે ‘બેગાની શાદીમેં અબ્દુલ્લાહ દિવાના’ આ ફેન પર લાગુ થાય છે, કારણ કે ન્યૂઝીલેન્ડમાં કોઈને આ મુદ્દે ગંભીર ચિંતા નથી. તો પછી આ ભારતીય કેમ ધ્વજ લઈ એક અનોખા કેમ્પેન સાથે દરેક મેદાન પર ફરી રહ્યો છે. વાધવાએ કહ્યું કે, ‘મીડિયાના લોકો કહે છે ભારતીય બોર્ડ વિશ્વમાં સૌથી ધનિક છે, તેની પાસે મજબૂત ટીમ છે અને તેના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. એવામાં મારી ફરજ બને છે કે એક ભારતીય તરીકે આ કેમ્પેનનું નેતૃત્ત્વ કરું અને ન્યૂઝીલેન્ડને થયેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવું. અમારો ઈરાદો એવો છે કે આ કેમ્પેનને એટલા સમય સુધી ચલાવતા રહીએ જ્યાંસુધી આઈસીસી અમારી વાત સાંભ‌ળવા મજબૂર ના થાય.’

વાધવાએ જણાવ્યું કે, ‘આ મુદ્દો એક વોટ્સએપ ગ્રૂપથી ફેસબુક પેજ સુધી પહોંચ્યો. હવે સોશિયલ મીડિયા થકી સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે.’ બે-ઓવલ બહાર જ્યારે વાધવા બેનર સાથે ઊભો હતો ત્યારે મોટાભાગના લોકો તેની પાસેથી પસાર થતા અને તેની પ્રશંસા કરતા હતા.

X
આ ક્રિકેટ ફેન અમેરિકામાં રહેતો પ્રકાશ વાધવા છે.આ ક્રિકેટ ફેન અમેરિકામાં રહેતો પ્રકાશ વાધવા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી