વનડે / અમેરિકાએ લોએસ્ટ સ્કોરની બરાબરી કરી; નેપાળ સામે 35 રનમાં ઓલઆઉટ, લામીછાનેએ 6 વિકેટ લીધી

America equals the lowest score in ; All-out for 35 runs against Nepal, Lamichhane took 6 wickets

  • અમેરિકાએ લોએસ્ટ સ્કોરના મામલે ઝિમ્બાબ્વેના 16 વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી
  • ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઇ હતી

Divyabhaskar.com

Feb 12, 2020, 05:25 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: નેપાળે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના એક મુકાબલામાં અમેરિકાને 8 વિકેટે હરાવ્યું હતું. નેપાળે બુધવારે કીર્તિપુરમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાની ટીમ 12 ઓવરમાં 35 રનમાં ઓલઆઉટ થઇ હતી. આ વનડે ઇતિહાસનો સંયુક્તપણે લોએસ્ટ સ્કોર છે. અમેરિકાએ આ મામલે ઝિમ્બાબ્વેની બરાબરી કરી છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે હરારે ખાતે 35 રનમાં ઓલઆઉટ થયું હતું. નેપાળે 5.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

મેચમાં નેપાળ માટે લેગ સ્પિનર સંદીપ લામીછાનેએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. તેણે 6 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા. તેના સિવાય સુશાન ભારીએ 3 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ લીધી હતી. બેટિંગમાં પારસ ખડકાએ 20 અને દિપેન્દ્ર સિંહે 15 રન કર્યા હતા.

X
America equals the lowest score in ; All-out for 35 runs against Nepal, Lamichhane took 6 wickets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી