વિવાદ / એલિસ્ટર કુકનો આરોપ: વોર્નર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોલ ટેમ્પરિંગ કરવા માટે હાથ પર ટેપ લગાવતો હતો

Alistair Cook: Warner used taps on hand to tamper ball in first class cricket

  • ડેવિડ વોર્નર પર ગયા વર્ષે બોલ ટેમ્પરિંગ વિવાદમાં 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
  • વોર્નરે આ વર્લ્ડ કપથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી

Divyabhaskar.com

Sep 11, 2019, 01:01 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર સામે બોલ ટેમ્પરિંગને લઈને નવો ખુલાસો કર્યો છે. કુકે કહ્યું કે, વોર્નર 2017માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોલ સાથે છેડછાડ કરતો હતો. કુક અનુસાર વોર્નર બોલ સાથે છેડછાડ કરવા માટે હાથ પર ટેપ લગાવીને મેદાનમાં ઉતરતો હતો. વોર્નર વર્લ્ડકપ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 14 મહિના પછી વાપસી કરી હતી. તે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયો હતો, જેના પછી તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ધ ગાર્ડિયન અનુસાર કુકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, વોર્નરે બીયર પીધા પછી કહ્યું હતું કે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાથ પર ટેપ લગાવીને બોલ ટેમ્પરિંગ કરતો હતો. તે ટેપ પર એવું પદાર્થ લગાવતો હતો જેથી બોલ જલ્દી બગડી જાય. મેં સ્ટીવ સ્મિથ સામે જોયું હતું જે ઈશારોમાં કહી રહ્યો હતો કે તમારે આવું ન કરવું જોઈએ. કુક અનુસાર 2017-18 એશિઝ સીરિઝ દરમિયાન વોર્નરે તેનું આવું કહ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની જનતાને તેમના ક્રિકેટર્સની સંસ્કૃતિ વિશે ખબર ન હતી
કુકે કહ્યું કે, સ્ટુઅર્ટ બ્રોડ આ વાતને સારી રીતે સમાપ્ત કરી હતી. તેના અનુસાર બોલ રિવર્સ સ્વિંગ થતો હતો તો આવું કરવાની જરૂર શું હતી? એક રીતે સારું થયું. તેમને ખબર પડી કે કોઈ પણ રીતે મેચ જીતવાની તેમની સંસ્કૃતિ ખોટી છે. તેમજ તેમની જનતાને આ સંસ્કૃતિ વિશે ખબર પડી ગઈ.

X
Alistair Cook: Warner used taps on hand to tamper ball in first class cricket
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી