આઇપીએલ / અજિંક્ય રહાણે આગામી સીઝનમાં રાજસ્થાન રોયલ્સની જગ્યાએ દિલ્હી કેપ્ટિલ્સ માટે રમી શકે છે

Ajinkya Rahane can play for Delhi Capitals instead of Rajasthan Royals next season

  • રહાણે 2008 અને 2009માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો, તેણે 2010માં ભાગ ન લીધો હતો 
  • 2011માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો, તેમના 2 વર્ષનો પ્રતિબંધ થયો ત્યારે પૂણે માટે રમ્યો હતો
  • 2019માં રોયલ્સે સીઝન દરમિયાન રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને કપ્તાન બનાવ્યો હતો

Divyabhaskar.com

Aug 13, 2019, 02:46 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ઓળખ બનેલો અજિંક્ય રહાણે આગામી સીઝનથી દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળી શકે છે. આ અંગે દિલ્હીની ફ્રેન્ચાઈઝ રોયલ્સ સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગઈ સીઝનના અંત ભાગમાં રોયલ્સે રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો હતો. સૂત્રો અનુસાર રાજસ્થાને હજી સુધી આ અંગે નિર્ણય લીધો નથી, રહાણે બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી તેમના માટે નિર્ણય લેવો સરળ નહીં રહે.

રહાણે હેઠળ રોયલ્સ 6માંથી 3 વાર પ્લેઓફમાં પહોંચ્યું હતું. જયારે દિલ્હી આ વર્ષે 7 વર્ષ પછી પહેલી વાર પ્લેઓફમાં પહોંચ્યું હતું. દિલ્હીએ શિખર ધવન અને ઇશાંત શર્માનો ટીમમાં સમાવેશ કર્યો હતો. તેનાથી તેમને સારો ફાયદો થયો હતો. દિલ્હીની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ છે. શ્રેયસ ઐયર, પૃથ્વી શો અને ઋષભ પંત જેવી પ્રતિભા પણ હાજર છે. તેવામાં રહાણેને પોતાની ટીમમાં લાવવામાં સફળ રહે તો દિલ્હીની તાકત વધુ મજબૂત થશે. દિલ્હીના એક ઓફિશિયલે કહ્યું હતું કે રહાણે અમારી ટીમમાં કઈ રીતનું યોગદાન આપશે તે અંગે કોઈએ પણ ચર્ચા કરવાની જરૂર નથી. ધવન અને ઇશાંતે સાબિત કર્યું છે કે અનુભવી ખેલાડીઓ પોતાની સાથે શું લાવે છે. જો અમે રહાણેને સાઈન કરી શક્યા તો અમારા માટે ડ્રિમ મુવ સાબિત થશે.

X
Ajinkya Rahane can play for Delhi Capitals instead of Rajasthan Royals next season
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી