તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Aidan Markram Scored A Century Against The Board President, At The End Of The Second Day. Africa Scored 199 For 4 Wickets

એડન માર્કરામે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વિરુદ્ધ સદી ફટકારી, બીજા દિવસના અંતે દ. આફ્રિકાએ 4 વિકેટે 199 રન કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાના ઓપનર એડન માર્કરામે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વિરુદ્ધની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચના બીજા દિવસે સદી ફટકારી હતી. પ્રથમ દિવસે વરસાદના લીધે આખા દિવસની રમત રદ થઇ હતી. બીજા દિવસે પણ માત્ર 50 ઓવર શક્ય બની હતી. દ.આફ્રિકાએ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 199 રન કર્યા હતા. માર્કરામે 118 બોલમાં 18 ચોક્કા અને 2 ચોક્કાની મદદથી 100 રન કર્યા હતા.


ભારત માટે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2 વિકેટ, જયારે ઉમેશ યાદવ અને ઈશાન પોરેલે 1-1 વિકેટ લીધી હતી. માર્કરામ ઉપરાંત ટેમ્બા બાવુમાએ પણ સારી બેટિંગ કરતા ફિફટી મારી હતી. તે દિવસના અંતે 55 રને અણનમ રહ્યો હતો. કપ્તાન ફાફ ડુ પ્લેસીસ 9 રને પેવેલિયન ભેગો થયો હતો. ઓપનર ડીન એલગર પણ ખાસ પ્રભાવ ન પાડી શકતા 6 રને આઉટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...