મેચ ફિક્સિંગ / આરોપી બુકી સંજીવ ચાવલાને કેસ દાખલ થયાના 20 વર્ષ બાદ લંડનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો

આરોપી સંજય ચાવલાને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો.
આરોપી સંજય ચાવલાને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો.

  • પોલીસે 2000માં ચાવલા અને દ. આફ્રિકાના કેપ્ટન ક્રોનીએ વચ્ચેની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી હતી, જેમાં મેચ ફિક્સિંગની વાત હતી 
  • દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ચાવલા અને ક્રોનીએ વિરુદ્ધ 2013માં 70 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી

Divyabhaskar.com

Feb 13, 2020, 03:19 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: મેચ ફિક્સિંગના આરોપી બુકી સંજય ચાવલાને ગુરુવારે લંડનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે વર્ષ 2000ના ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો. કેસ દાખલ થયાના 20 વર્ષ પછી તેને ભારત લાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ચાવલાને તિહાડ જેલ મોકલવામાં આવશે. તે પહેલા તેની મેડિકલ તપાસ થશે. 16 જાન્યુઆરીએ લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલે નિર્ણય આપતા પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી.બ્રિટનના ગૃહમંત્રીના હસ્તાક્ષર પછી ચાવલાને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવાનો હતો.

1996માં ચાવલા બ્રિટન ગયો હતો
ગયા વર્ષે માર્ચમાં બ્રિટનના ગૃહમંત્રીએ ચાવલાને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે કોર્ટ જતો રહ્યો હતો. બ્રિટનની કોર્ટના દસ્તાવેજોમાં ચાવલાને દિલ્હીમાં જન્મેલા એક બિઝનેસમેન તરીકે બતાવવામાં આવ્યો છે. તે 1996માં બિઝનેસ વિઝા પર લંડન જતો રહ્યો હતો. 2000માં તેનો ભારતીય પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો. 2005માં તેને બ્રિટનનો પાસપોર્ટ મળ્યો હતો અને ત્યારથી તે બ્રિટિશ નાગરિક છે.

દ.આફ્રિકાના પૂર્વ કપ્તાન પણ ફિક્સિંગમાં સામેલ
મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનીનું નામ પણ સામે આવ્યું હતું. ક્રોનીને ચાવલા અને અન્ય એક વ્યક્તિ દ્વારા ફિક્સિંગ કરવાનો આઈડિયા આપવામાં આવ્યો હતો. દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાન ક્રોનીએને પૈસા આપવામાં આવ્યા હતા. 2002માં પ્લેન ક્રેશમાં તેનું અવસાન થયું હતું.

ચાવલા પર ઇંગ્લેન્ડના 2 ખેલાડીઓને પૈસા આપવાનો આરોપ
રિપોર્ટ્સ અનુસાર, ચાવલા અને ક્રોનીએ બંને વિરુદ્ધ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 70 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. બંને પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 16 ફેબ્રુઆરી 2000થી લઈને 20 માર્ચ 2000ની વચ્ચે રમાયેલી મેચોમાં ફિક્સિંગનો આરોપ મુકવામાં આવ્યો છે. મામલો એપ્રિલ 2000માં સામે આવ્યો હતો. ત્યારે દિલ્હી પોલીસે બ્લેકલિસ્ટેડ ચાવલા અને ક્રોનીએ વચ્ચેની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી હતી. ચાવલા પર ઓગસ્ટ 1999માં ઇંગ્લેન્ડના 2 ખેલાડીઓને પૈસા આપવાનો પણ આરોપ છે.

X
આરોપી સંજય ચાવલાને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો.આરોપી સંજય ચાવલાને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી