વર્લ્ડકપ / આજે મુંબઈમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ચોથા સ્થાન માટે 4 દાવેદાર; ત્રીજા ઓપનર અંગે પણ ચર્ચા

Divyabhaskar.com

Apr 15, 2019, 11:17 AM IST
Team India selection for world cup 2019 today in mumbai
X
Team India selection for world cup 2019 today in mumbai

  • ધોની સિવાય બીજા વિકેટકિપર માટે દિનેશ કાર્તિક અને ઋષભ પંત રેસમાં  
  • વર્લ્ડકપ 2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી યોજાશે
  • કોહલીએ ઓસ્ટ્રેલિયા સિરિઝ પછી કહ્યું હતું- ટીમ લીસ્ટ પહેલાથી જ તૈયાર

સ્પોર્ટ્સ ડેસ્ક. 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની પસંદગી સોમવારે કરવામાં આ‌વશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે. આરસીબીની આજે જ મુંબઇ ઇન્ડિયન્સની સામે મુંબઇમાં જ મેચ છે. એવામાં વિરાટ મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદની સાથે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે મુંબઇમાં હાજર રહી શકશે. વર્લ્ડકપ માટે મોટા ભાગના નામ નક્કી છે. સૌથી વધારે ચર્ચા નંબર-4ના બેટ્સમેન તેમજ શિખર અને રોહિત સિવાય ત્રીજા ઓપનર અને ધોની સિવાય બીજા વિકેટકીપરના નામને લઇને છે.

વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે

1.બોલરમાં ભુવનેશ્વર, બુમરાહ, શમી, કુલદીપ, ચહલની જગ્યા લગભગ નક્કી છે. આ રીતે બેટિંગના ક્રમમાં રોહિત, શિખર, વિરાટ, ધોની, જાધવના નામ પણ લગભગ નક્કી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફિટ છે અને આઇપીએલમાં સારું રમી રહ્યો છે. આ સિવાય ઓલરાઉન્ડર તરીકે વિજય શંકર, જાડેજામાંથી કોણ રમશે તેના પર શંકા છે. આ બંનેમાંથી કોઇ એક અથવા બંને ઇંગ્લેન્ડ જઇ શકે છે. ભારતે વર્લ્ડકપમાં પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે.
2.ટીમમાં ચોથા સ્થાન માટે અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, અંબાતી રાયડૂ અને લોકેશ રાહુલ દાવેદાર છે. આ ચારમાંથી કોઈ એકને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળી શકે છે. રાયડૂએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 33, રાહુલે એક મેચમાં 26 અને ઋષભ પંતે બે મેચમાં 52 રન બનાવ્યા હતા. બીજી તરફ વિકેટ કિપરમાં ધોની સિવાય બીજા વિકેટ કિપરની રેસમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત બંનેનાં નામ છે.
આઈપીએલમાં રાહુલનું પ્રદર્શન સારૂં રહ્યું
3.

ચોથા નંબર માટે ચાલી રહેલી મથામણમાં રાહુલની પસંદગી ઉપર સૌથી વધુ સંભાવનાઓ છે. તેણે આઈપીએલ સિઝનમાં 8 મેચ રમી 335 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ત્રણ અરધી સદીનો સમાવેશ થાય છે. ઐયરે 7 મેચમાં 31.57ની એવરેજથી 221 રન બનાવ્યા, રહાણેએ 7 મેચમાં 25ની સરેરાસથી 175 અને રાડયુએ 8 મેચમાં 22.16ની સરેરાસથી 133 રન બનાવ્યા હતા.

2018થી રહાણે, રાહુલ અને ઐયરે મળીને રાયડૂ કરતાં ઓછી મેચ રમી
4.
ખેલાડી મેચ રન  એવરેજ
રહાણે 140 35.00
રાયડૂ   21   639 42.60
રાહુલ 4 95 31.66
ઐયર 48 24.00
કોહલીએ કહ્યું હતું- માત્ર એક સ્થાન માટે જ માથાકૂટ છે
5.

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ખેલાડીઓની પસંદગીમાં માત્ર એક જ સ્થાન માટે માથાકૂટ છે. બાકીના ખેલાડીઓની યાદી તો છેલ્લા એક વર્ષથી જ તૈયાર થઈ ચૂકી છે. ટીમનાં બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું હતું કે, 40-50 વનડે રમનારા ખેલાડીઓ જ વર્લ્ડકપ મેચ રમી શકશે.

સંભવિત ટીમઃ
6.વિરાટ કોહલી(કેપ્ટન), રેહિત શર્મા (ઉપ-કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ/અંબાતી રાયડૂ,એમએસ ધોની (વિકેટ કિપર),કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ,યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી,રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક/રિષભ પંત.
ટૂર્નામેન્ટમાં ભારતનું શિડ્યુલ
7.
તારીખ કોની સામે રમશે સ્થળ સમય
5 જૂન દક્ષિણ આફ્રિકા સાઉથમ્પટન બપોરે 3 કલાકે
9 જૂન ઓસ્ટ્રેલિયા ઓવલ-લંડન   બપોરે 3 કલાકે
13 જૂન ન્યૂઝિલેન્ડ નોટિંગહામ બપોરે 3 કલાકે
16 જૂન પાકિસ્તાન માન્ચેસ્ટર બપોરે 3 કલાકે
22 જૂન અફઘાનિસ્તાન સાઉથમ્પટન બપોરે 3 કલાકે
27 જૂન વેસ્ટઈન્ડિઝ માન્ચેસ્ટર   બપોરે 3 કલાકે
30 જૂન ઈંગ્લેન્ડ બર્મિંગહામ બપોરે 3 કલાકે
2 જુલાઈ બાંગ્લાદેશ બર્મિંગહામ   બપોરે 3 કલાકે
6 જુલાઈ શ્રીલંકા   લિડ્સ બપોરે 3 કલાકે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી