વર્લ્ડકપ / સેહવાગે જાહેર કરી પોતાની પસંદગીની વર્લ્ડકપ ટીમ, રિષભ પંત-વિજય શંકરનો કર્યો સમાવેશ

divyabhaskar.com

Apr 14, 2019, 12:24 PM IST
Sehwag has announced his own World Cup team

  • સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક લિસ્ટ શેર કર્યું
  • સેહવાગે 2015 ક્રિકેટ વર્લ્ડકપ રમનારા 7 ખેલાડીઓને નવી યાદીમાં જગ્યા આપી

સ્પોર્ટ્સ ડેસ્ક. 2019ના વર્લ્ડકપ માટે 15 એપ્રિલે બપોરે 3 વાગ્યે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા ભારતને 2011ના વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડકપ માટે પોતાની ડ્રીમ ટીમની જાહેરાત કરી છે. સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક લિસ્ટ શેર કર્યું છે. જેમાં 2015 અને 2019ની ક્રિકેટ સ્કોડ જોવા મળે છે. સેહવાગે 2015 ક્રિકેટ વર્લ્ડકપ રમનારા 7 ખેલાડીઓને નવી યાદીમાં જગ્યા આપી છે. જ્યારે 8 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 30મેથી ઇંગ્લેન્ડમાં 2019નો વર્લ્ડકપ રમાવાનો છે.

અંબાતી રાયૂડુને કર્યો બહાર

વિરેન્દ્ર સેહવાગે પોતાની પસંદગીની વર્લ્ડકપ ટીમમાં અંબાતી રાયૂડુને બહાર કરી દીધો છે. રાયૂડુ ભારતીય ટીમમાં નંબર ચાર માટે પ્રથમ પસંદ ગણાય છે. સેહવાગે રાયૂડુને પોતાની ટીમમાં જગ્યા ના આપીને ચોકાવી દીધા છે. સેહવાગે આ સાથે જ આર.અશ્વિનને પણ બહારનો રસ્તો બતાવ્યો છે.

વિજય શંકર, રાહુલ અને પંત પર કર્યો વિશ્વાસ

સેહવાગે 2015 વર્લ્ડકપની યાદીમાંથી સ્ટુઅર્ટ બિન્ની, ઉમેશ યાદવ અને અંબાતી રાયૂડુને બહાર કરી તેમની જગ્યાએ વિજય શંકર, લોકેશ રાહુલ અને રિષભ પંત પર વિશ્વાસ બતાવ્યો છે. આ ત્રણેય પ્લેયર અત્યારે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી ઝઝુમી રહેલા લોકેશ રાહુલ પણ સેહવાગનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે.

2019ના વર્લ્ડકપ માટે સેહવાગની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસકેપ્ટન), શિખર ધવન,એમએસ ધોની,રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કેદાર જાધવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, જસપ્રિત બુમરાહ,રિષભ પંત

X
Sehwag has announced his own World Cup team
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી