આઈસીસી ટી-20 રેન્કિંગ / લોકેશ રાહુલની ટોપ-5માં એન્ટ્રી, ટીમ ઈન્ડિયા બીજા ક્રમે

ICC T-20 rankings: Lokesh Rahul reached in top 5 list
X
ICC T-20 rankings: Lokesh Rahul reached in top 5 list

  • ભારતીય ટીમનું કટ્ટર હરિફ પાકિસ્તાન 135 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે
  • ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરિઝમાં 97 રન બનાવી રાહુલે એક ક્રમનો ફાયદો મેળવ્યો
  • બોલિંગના રેન્કિંગમાં કુલદીપ યાદવને એક ક્રમનો ફટકો, પાંચમાં ક્રમે રહ્યો

Divyabhaskar.com

Mar 13, 2019, 04:17 PM IST
સ્પોર્ટસ ડેસ્ક.ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ પૂર્ણ થયેલી ટી-20 સીરિઝમાં લોકેશ રાહુલે સારું પ્રદર્સન કર્યું હતું. જેના કારણે તેણે આઈસીસી રેન્કિંના ટોપ-5માં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. બીજી તરફ બોલિંગની રેન્કિંગમાં કુલદીપ યાદવ એક ક્રમ પાછળ જઈને 5માં ક્રમે ધકેલાયો છે. જોકે કુલદીપને ટી-20ની બે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. 

પાકિસ્તાન 135 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે

ટી-20 રેન્કિંગમાં ભારતીય ટીમ 122 પોઈન્ટ સાથે બીજા નંબરે યથાવત રહી છે. તો આ રેન્કિંમાં ભારતીય ટીમનું કટ્ટર હરિફ પાકિસ્તાન 135 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને પછાડીને ઈગ્લેન્ડ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ 7મા નંબરે છે. 
2. પાકિસ્તાનનો બેટસમેન બાબર આઝમ પ્રથમ
ટી-20 બેટિંગની રેન્કિંગમાં સૌથી આગળ પાકિસ્તાનનો ખેલાડી બાબર આઝમ છે. બીજા ક્રમે ન્યૂઝિલેન્ડનો કોલિન મુનરો અને ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ ત્રીજા ક્રમે છે. જ્યારે ચોથા ક્રમે પણ ઓસ્ટ્રેલિયાનો જ ખેલાડી એરોન ફિન્ચ છે. 
3. બોલિંગમાં અફઘાનનો રાશિદ ખાન પ્રથમ
ટી-20 બોલિંગની રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ભારતીય બોલર કુલદીપ યાદવ પાંચમા ક્રમે ધકેલાયો છે. આ રેન્કિંગમાં પાકિસ્તાનના શાદાબ ખાન, ઈગ્લેન્ડનો આદિલ રાશિદ અને પાકિસ્તાનનો ઈમાદ વસીમ ક્રમશઃ બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી