એક વ્યક્તિ-એક પદ / સચિન અને લક્ષ્મણ વિરૂદ્ધ પણ બીસીસીઆઈના લોકપાલને મળી ફરિયાદ

Divyabhaskar.com

Apr 18, 2019, 08:54 AM IST
complaint against Sachin and Laxman front of BCCI Ombudsman

 • ફરિયાદીની દલીલ- બંને ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં, એજ કમિટી કોચની પસંદકી કરતી હોય છે
 • સૌરવ ગાંગુલી સામે થયેલી ફરિયાદની લોકપાલે તપાસ શરૂ કરી દીધી


સ્પોર્ટસ ડેસ્ક. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં એક વ્યક્તિ-એક પદનાં નિયમ હેઠળ હાલ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પછી હવે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ વિરૂદ્ધ પણ લોકપાલમાં ફરિયાદ આવી છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન(એમપીસીએ)નાં સભ્યએ હાલમાં જ સચિન અને લક્ષ્મણ વિરૂદ્ધ ઈ-મેઈલ થકી બીસીસીઆઈનાં લોકપાલને ફરિયાદ મોકલી છે.

મઘ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનાં એક સભ્યએ કરી છે ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યું છે કે, સચિન અને લક્ષ્મણ બંને બીસીસીઆઈની ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં પણ છે. તેજ કમિટી દ્વારા ટીમના કોચની પણ પસંદગી કરવામાં આવે છે. આ સિવાય સચિન આઈપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સનાં આઈકોન પણ છે. તો લક્ષ્મણ સનરાઈઝર્સ હૈદરાબાદનાં મેન્ટર છે. સાથે તે કમેન્ટેટર પણ છે. આ તમામ બાબતો નિયમોનું ઉલ્લંઘન કરે છે. ફરિયાદીએ આ બાબતે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. પૂર્વ કેપ્ટન ગાંગુલી સામે થયેલી ફરિયાદની લોકપાલે તપાસ શરૂ કરી દીધી છે.

X
complaint against Sachin and Laxman front of BCCI Ombudsman
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી