ટીમ ઈન્ડિયા / વર્લ્ડ કપ-19ની ભારતીય ટીમનાં સભ્યો નથી, છતાં ટીમ સાથે ઈંગ્લેન્ડ જશે ચાર ફાસ્ટ બોલર્સ

4 Indian bowlers assist team india for world cup, but not a team member
X
4 Indian bowlers assist team india for world cup, but not a team member

  • ખલીલ અહેમદ, આવેશ ખાન, નવદીપ સૈની અને દીપક ચહર ટીમ સાથે રહેશે
  • ભારતીય ટીમની પ્રેક્ટિસ દરમિયાન આ ચારેય બોલર્સ સતત હાજર રહેશે
  • બીસીસીઆઈએ નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી

Divyabhaskar.com

Apr 17, 2019, 10:26 AM IST
સ્પોર્ટસ ડેસ્ક. આગામી 30મેથી ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના 15 સભ્યોની જાહેરાત કરી દીધી છે. હવે આ 15 સભ્યો ઈંગ્લેન્ડમાં જશે ત્યારે ટીમમાં સામેલ નહીં હોવા છતાં અન્ય ચાર ભારતીય બોલર્સ ટીમ સાથે રહેશે. આ ચારેય બોલર્સ ટીમ સાથે જ ઈંગ્લેન્ડ જવાના છે. બીસીસીઆઈ દ્વારા એક નિવેદન જારી કરીને ખલીલ અહેમદ, આવેશ ખાન, નવદીપ સૈની અને દીપક ચહરને ટીમ સાથે લઈ જવાની જાહેરાત કરી છે.

ચારેય બોલર્સ ટીમની નેટ પ્રેક્ટિસમાં હાજરી આપશે

ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે રહીને આ ચારેય બોલર્સ ટીમની નેટ પ્રેક્ટિસમાં હાજરી આપશે. ભારતીય ટીમની વર્લ્ડકપની તૈયારી માટેનાં અભ્યાસ સત્રમાં તેઓ સતત હાજર રહેશે. આ ચારેય ફાસ્ટ બોરલર્સ હાલ આઈપીએલની સિઝન 12માં અલગ અલગ ટીમમાં રમી રહ્યા છે. જેમાં ખલીલ અહેમદ સનરાઈઝર્સ હૈદરાબાદ, આવેશ દિલ્હી કેપિટલ્સ, દિપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સ અને નવદીપ કૉલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ છે. 
પસંદગી સમિતિનાં અધ્યક્ષ એમએસકે પ્રસાદની આગેવાની વાળી પાંચ સભ્યોની ટીમે સોમવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની પસંદગીમાં ઋષભ પંતના યુવાનીના જોશને દિનેશ કાર્તિકનો અનુભવ ભારે પડ્યો હતો. અંબાતી રાયડૂને સ્થાન મળતા વિજય શંકરનું પત્તું કપાયું હતું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી