તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓની મેચ પ્લેઓફ દરમિયાન રમાશે, લોકસભાનું ઈલેક્શન જાહેર થાય પછી શિડ્યુલ નક્કી થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીસીસીઆઈએ કહ્યું, 7 વાગે મહિલાઓની મેચ રમાય તો ફાયદો થશે
  • આઇપીએલની 12મી સિઝન 23 માર્ચે શરૂ થશે, પહેલી મેચ ધોનીની ટીમ અને વિરાટની ટીમ વચ્ચે રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક: મહિલા આઈપીએલની એક્ઝિબિશન મેચ આ વખતે પ્લેઓફ દરમિયાન રમાશે. આ બાબતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના પદાધિકારીઓએ કહ્યું કે, "ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પ્લેઓફ વખતે અમારી પાસે મહિલાનું મેચ આયોજન કરવાની જગ્યા છે. જોકે બધું લોકસભા ચૂંટણીની તારીખો ઉપર નિર્ભર કરે છે." ગયા વર્ષે સુપરનોવા અને ટ્રાઈબ્લેઝર્સ વચ્ચેની મેચ બપોરે 2 વાગે વાનખેડે મેચ ખાતે રમાઈ હતી.

1) હરમનપ્રીત, મંધાના અને મિતાલી ગયા વર્ષે રમ્યા હતા

ગયા વર્ષે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, મેગ લેનિગ, એલિસ પેરી અને સૂઝી બેટ્સ જેવા સ્ટાર ખેલાડીઓ રમ્યા હતા. ત્યારે તેમની મેચ પુરુષના પ્લેઓફ પહેલા રમાઈ હતી. તેમ છતાં બીસીસીઆઈને ધાર્યા જેટલી સફળતા મળી ન હતી.

બીસીસીઆઈએ કહ્યું કે, "અમે લોકસભા ઈલેક્શનની તારીખો જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. જે દિવસે પુરુષની મેચ સાંજે 7 વાગે નહીં હોય, તે દિવસે મેચનું આયોજન કરવાથી ફાયદો થશે. બપોરની મેચમાં દર્શકો વધારે સંખ્યામાં આવતા નથી.

બોર્ડ મહિલા ટીમની મેચ માટે ફોર્મેટનો વિચાર કરી રહી છે. બે ટીમ વચ્ચે ત્રણ મેચની સિરીઝ અથવા ત્રણ ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટ પ્રમાણે મેચો રમાશે. તેના પછી ફાઇનલ મુકાબલો થશે.

બોર્ડે કહ્યું કે, "ખેલાડીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતા 3 ટીમની જગ્યાએ 2 ટીમ વચ્ચે 3 મેચની સિરીઝ રમાડવી વધુ અનુકૂળ લાગે છે. ત્રણેય મેચને પ્રાઈમ ટાઈમમાં કરવી બહુ અઘરું છે. આ ફક્ત પ્લેઓફ દરમિયાન સંભવ છે."

બોર્ડે આઇપીએલની 12મી સિઝનની શરૂઆતની 17 મેચનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. પહેલી મેચ ચેન્નાઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોર વચ્ચે રમાશે. બાકીની મેચોનું શિડ્યૂલ ઈલેક્શનની તારીખ આવે તેના પછી જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો