તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...અને 70 વર્ષની વયે પણ બ્રેડમેન અડધો કલાક બેટિંગ કરતાં રહ્યાં!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર ડોન બ્રેડમેન - Divya Bhaskar
સર ડોન બ્રેડમેન
  • ફાસ્ટ બોલર જેફ થોમસન માનવા જ તૈયાર નહોતો કે તેના સમકાલીન વિવિયન રિચર્ડસ કે ગ્રેગ ચેપલથી વધારે સારી બેટિંગ કોઈ કરી શકે
  • એક પાર્ટીમાં 70 વર્ષના બ્રેડમેન સાથે થોમસનનો ભેટો થયો અને એ વયે પણ થોમસન સામે તેમણે રમી બતાવ્યું
  • થોમસને પછી કહ્યું કે ડોન બ્રેડમેન કરતાં સારો બેટ્સમેન ક્રિકેટજગત ક્યારેય નહીં જોઈ શકે
  • ડોન બ્રેડમેન અને થોમસનનો આ પ્રસંગ ઓસ્ટ્રેલિયાની સ્કૂલોમાં ભણાવવામાં પણ આવે છે  

મનન વાયા: શું તમને ખબર છે કે સર ડોન બ્રેડમેને 70 વર્ષની ઉંમરે બેટ પકડ્યું હતું? ક્રિકેટમાં આજકાલ એક પછી એક રેકોર્ડો તૂટતા જાય છે ત્યારે એક માત્ર એવો રેકોર્ડ જે તોડવો અશક્ય જણાય તો તે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનની ટેસ્ટ એવરેજ છે. તેમણે  52 ટેસ્ટમાં 99.94ની એવરેજથી 6996 રન કર્યા છે. તેમાં 29 સદી અને 13 અર્ધસદીનો સમાવેશ થાય છે. આજે તેમની 110મી જન્મજયંતી છે ત્યારે જાણીએ કે વર્લ્ડના આ બેસ્ટ બેટ્સમેને 70 વર્ષની ઉંમરે વર્લ્ડના ફાસ્ટેસ્ટ બોલર જેફ થોમસન સામે ક્યાં, ક્યારે અને કેવી બેટિંગ કરી હતી.

 

થોમસન વિશે પણ થોડું જાણી લઈએ કે તેમણે 1978માં એક ફાસ્ટ બોલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં ઇમરાન ખાન અને માઈકલ હોલ્ડિંગ સહિત બીજા અનેક દિગ્ગ્જ્જો પણ પોતાની સ્પીડનો પરચો આપવા તૈયાર હતા છતાં થોમસન આ સ્પર્ધા જીતી ગયા હતા. આ સ્પર્ધાના 3 વર્ષ પહેલા તેણે 160.45 કિલો મીટરની ઝડપે બોલ નાખ્યો હતો. એક વર્ષ પછી તેમણે પોતાનો જ રેકોર્ડ તોડતા 160.58 કિલોમીટરની ઝડપે બોલ નાખ્યો હતો. તેની સાથે રમતા વિવિયન રિચર્ડસે તેમને સૌથી ઘાતક બોલર કહ્યા હતા. જયારે ગ્રેગ ચેપલે એક ડોમેસ્ટિક મેચમાં તેના વિરુદ્ધ બેટિંગ કરવાની ના પાડી દીધી હતી. 

 

આવા વર્લ્ડના ફાસ્ટેસ્ટ બોલર જેફ થોમસન હંમેશાં એક મૂંઝવણમાં રહેતા હતા. તેમને થું કે તેમના સમકાલીન વિવિયન રિચાર્ડસ અને ગ્રેગ ચેપલ આટલા મહાન ખેલાડીઓ છે. તેઓ 50 ઉપરની એવરેજથી રમે છે તો પછી એવું કેવી રીતે હોઈ શકે જે એમના કરતા બે ગણુ સારું રમી શકતુ હોય? તે ડોન બ્રેડમેનની સિદ્ધિને સમજી શકતા નહતા. તેમણે મનમાં ધારી લીધું કે મેં જે જોયું નથી તેને માની કેવી રીતે લઉ? 

 

બ્રેડમેન જયારે ઇંગ્લેન્ડ સામે 1948માં પોતાની છેલ્લી મેચ રમ્યા હતા, ત્યારે થોમસનનો જન્મ પણ નહોતો થયો. 

 

1978ના સમરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  એડિલેડ ખાતે ટેસ્ટ મેચ ચાલી રહી હતી. સમર સિઝનમાં એડિલેડનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જતું હોય છે. એ સમયે ટેસ્ટ મેચ દરમિયાન રેસ્ટ ડે પણ રહેતો હતો. ત્યારે એક બાર્બેક્યૂ (પાર્ટી)નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા વીઆઈપીને બોલવામાં આવ્યા હતા. સર ડોન તેમાંના એક હતા. થોમસન પણ પાર્ટીમાં આમંત્રિત હતો. પાર્ટીમાં બેકયાર્ડ ક્રિકેટની પણ વ્યવસ્થા હતી. સર ડોન હોય એટલે બધા બીજી કોઈ તરફ જોઈ પણ કેવી રીતે શકે? બધાએ આગ્રહ કરતા સર ડોને બેટિંગ કરવાની હા પાડી હતી. 

 

થોમસને વિચાર્યું કે આવી ગરમીમાં આ 70 વર્ષના વૃદ્ધનેે, જેણે મોટા ચશ્માં પહેર્યા છે,  તેને સ્પિન જ નાખું કારણે કે છાપામાં એવી હેડલાઈન થાય કે થોમસને બેકયાર્ડ ક્રિકેટમાં બ્રેડમેનને મારી નાખ્યા તો તે સારું નહીં લાગે. 

 

બ્રેડમેન ગ્રીન ટર્ફ વિકેટ ઉપર ખાલી બેટ સાથે ક્રિઝ ઉપર બેટિંગ કરવા આવી ગયા , કોઈ પ્રોટેક્ટર નહીં, કોઈ પેડ નહીં, કોઈ હેલ્મેટ નહીં. થોમસનને થયું હમણા એમનો જીવ જતો રહેશે. જોકે બ્રેડમેન અમથા તો બ્રેડમેન હતા નહીં!

 

કોઈ પણ પ્રકારના ખોફ વગર વર્લ્ડના ફાસ્ટેસ્ટ બોલર સામે બેટિંગ કરવા તે તૈયાર હતા. થોમસનનો પહેલો બોલ તેમણે આરામથી પ્લેડ કર્યો. થોમસને કહ્યું બાયચાન્સ નસીબથી બોલને મિડલ કર્યો હશે. થોમસને તેના પછી વધુ એક બોલ નાખ્યો, જેને પણ બ્રેડમેને આરામથી રમી લીધો હતો. તે પછી બાર્બેક્યૂનું આયોજન કરનારના બે છોકરાઓ લગભગ અડધો કલાક સુધી પૂરો દમ લગાવીને બ્રેડમેનને બોલ નાખતા રહ્યા અને સર ડોન રમતા રહ્યા. તેમણે એક પણ બોલ મિસ અને એજ કર્યો નહતો. 

 

બ્રેડમેનની બેટિંગ જોયા બાદ થોમસને કહ્યું હતું કે, " ચેપલ ભાઈઓ અથવા વિવિયન રિચાર્ડસ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન ગાર્ડ વગર રમવા તૈયાર ના થાત તેની મને ખાતરી છે. હું જીવનમાં આનાથી વધુ આશ્ચર્યચકિત ક્યારેય થયો નહતો. ક્રિકેટમાં બ્રેડમેન કરતા સારો બેટ્સમેન જગત ક્યારેય નહીં જુએ, જો કોઈને શંકા હોય તો તેને મારી પાસે મોકલજો." 

 

ઓસ્ટ્રેલિયાની સ્કૂલોમાં થોમસને બ્રેડમેનને જયારે બોલિંગ કરી હતી, તે સ્ટોરી બાળકોને મોટીવેટ કરવા માટે કહેવામાં આવે છે. થોમસનનું કહેવું કે તેણે સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન સામે બોલિંગ કરી હોય તો તે ના વિવિયન રિચાર્ડસ છે, ના ડેવિડ ગોવર કે ગ્રેગ ચેપલ, પરંતુ 70 વર્ષીય ડોન બ્રેડમેન છે. 

 

તાજેતરમાં વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ પોતાના પ્રાઈમમાં પણ બોલને મિસ કરે છે. પરંતુ સર ડોન, અરે હા એક વાત તો કહેવાની રહી જ ગઈ. સર ડોન બ્રેડમેને એ દિવસે 20 વર્ષ પછી બેટ પકડ્યું હતું!

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો