તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીલંકા દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતનાર પહેલો એશિયન દેશ, બીજી ટેસ્ટ 8 વિકેટે જીતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દાવમાં 16 અને 84* રન કરનાર કુશલ મેંડિસ મેન ઓફ ધ મેચ બન્યો  
  • સિરીઝની 3 ઇનિંગ્સમાં 224 રન કરનાર કુશલ પરેરા મેન ઓફ ધ સિરીઝ બન્યો 
  • શ્રીલંકા પહેલા માત્ર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતી શક્યું હતું 

સ્પોર્ટ્સ ડેસ્ક: 197 રનનો પીછો ઓશાડો ફર્નાન્ડો 75 રન અને મેન ઓફ ધ મેચ કુશલ મેંડિસે 84 રન કરીને પોતાના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમતા શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને પોર્ટ એલિઝાબેથ ખાતેની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે શ્રીલંકા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો છે. તેણે બે મેચની સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. સિરીઝમાં 224 રન કરનાર કુશલ પરેરા મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. લંકા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પછી દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતનાર ત્રીજો દેશ બન્યો છે.

 

60 રનમાં બે વિકેટથી આગળ ત્રીજા દિવસે ફર્નાન્ડો અને મેંડિસની જોડીએ દિવસની શરૂઆત જ આક્રમક રીતે કરી હતી. તેમણે રબાડાની પહેલી ઓવરમાં 9 રન લઈને બતાવી દીધું હતું કે કોણ દબાણમાં છે અને કોણ નથી. સાઉથ આફ્રિકાનો કોઈ પણ બોલર રિધમમાં જણાતો નહોતો. કેપ્ટ્ન ડુ-પ્લેસીસે લંકાએ દિવસમાં 36 રન ઉમેર્યા તે પછી ડેલ સ્ટેનને બોલિંગ આપી હતી. મેંડિસે સ્ટેનની પહેલી ઓવરમાં 3 ચોક્કા ફટકારી દક્ષિણ આફ્રિકાનું મનોબળ તોડી નાખ્યું હતું, અને લંકાએ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો છે.

 

સ્કોર:

દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 222 રનમાં ઓલઆઉટ 
શ્રીલંકા પ્રથમ દાવમાં 154 રનમાં ઓલઆઉટ
દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં 128 રનમાં ઓલઆઉટ 
શ્રીલંકા બીજા દાવમાં 2 વિકેટે 197 રન

 

શ્રીલંકાની જીતને ટ્વીટર ઉપર આવી પ્રતિક્રિયા મળી:

For those asking:
Since readmission in 1991...
Test series victories in South Africa by visiting sides
5 by Australia
2 by England
1 by Sri Lanka#SAvSL https://t.co/EEOerMZvpn

— Mohandas Menon (@mohanstatsman) February 23, 2019

- Six weeks ago India became the first Asian side to win a Test series in Australia.
- Today Sri Lanka became the first Asian side to win a Test series in South Africa.
With this, at least one of the Asian sides have now won a Test series in every Test-playing country!#SAvSL

— Mohandas Menon (@mohanstatsman) February 23, 2019

Ayubowan Sri Lanka. So many seniors missing. Yet @OfficialSLC are the first Asian team to win a series in South Africa. One of the toughest places to win. Impossible really is nothing. My guy @RusselArnold69 will be dancing in the streets as will many in Sri Lanka👏🏻👏🏻👏🏻

— ian bishop (@irbishi) February 23, 2019

If you love cricket you can’t help but rejoice in this Sri Lankan win. History-making, odds-defying, and utterly cockle-warming

— Sambit Bal (@sambitbal) February 23, 2019
In 1995 SL won a Test series in NZ. They then went to Pakistan, lost the first Test and then remarkably came back to win the next two. They got a cavalcade back home. That was big. This – given conditions and opposition and state of the team before the series – seems much bigger
— Siddhartha Vaidyanathan (@sidvee) February 23, 2019

Utter humiliation for South Africa at home. This is worse than first round exit in 2003 World Cup, which incidentally was also handed over to them by the Lankans.

— cricBC (@cricBC) February 23, 2019

the only way south africa can be part of a more improbable result this year is if they win the world cup #SAvSL

— Gaurav Kalra (@gauravkalra75) February 23, 2019