તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટીવ સ્મિથને કોણીમાં ઇજા, બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી બહાર થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્મિથ કોમિલા વિક્ટોરીયન્સ માટે ફક્ત બે મેચ રમ્યો 
  • સ્મિથ બોલ ટેમ્પરિંગના લીધે 12 મહિનાનો બેન ભોગવી રહ્યો છે 
  • 30 માર્ચથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્થ થઈને બાંગલાદેશ પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગયો છે. ગુરુવારે કોણીમાં ઇજા થતાં તેણે  આ નિર્ણય લીધો હતો. તે આ લીગમાં ફક્ત બે મેચ રમી શક્યો હતો. કોમિલા વિક્ટોરીયન્સના કોચ મોહમ્મદ સલાહુદ્દીને સ્મિથની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે ઢાકામાં સ્મિથનો એમઆરઆઈ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે બાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

 

30 માર્ચથી સ્મિથ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે 
સ્મિથ છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ટેસ્ટ વખતે થયેલ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેના પર 12 મહિનાનો બેન લાગ્યો હતો. તે 30 માર્ચથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે. 

 

સલાહઉદીને કહ્યું કે, "સ્મિથ કોણીની ઇજાથી પરેશાન છે. અમને નથી ખબર કે તેને આ ઇજા કેવી રીતે થઇ છે, પરંતુ છેલ્લા બે દિવસથી તે પ્રેક્ટિસમાં ભાગ નથી લઈ શક્યો. એમઆરઆઈ રિપોર્ટમાં કંઈ સ્પષ્ટ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાના ફિઝિયોએ તેને  ઘરે પાછું ફરવા કહ્યું છે. 

 

અન્ય સમાચારો પણ છે...