તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલિસ્ટર કુકને નાઈટહુડની ઉપાધિ, 12 વર્ષ પછી કોઈ ક્રિકેટરને આ સન્માન મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા 2007માં ઇયાન બોથમને આ સન્માન મળ્યું હતું 
  • એલિસ્ટર કુકે 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
  • કુકે 161 ટેસ્ટમાં 45.35ની એવરેજથી 12472 રન બનાવ્યા છે
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટ્ન એલિસ્ટર કુકને નાઇટહુડ (સર)ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુકને મંગળવારે સવારે બકિંઘમ પેલેસમાં આયોજિત સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. કુક 12 વર્ષ પછી આ સન્માન મેળવનાર ક્રિકેટર બન્યો છે. તેની પહેલા 2007માં સર ઇયાન બોથમને આ સન્માન આપવામાં આવ્યું હતું. કુકે કહ્યું કે આ સન્માન લેતી વખતે તે ઘણો નર્વસ હતો. કુક એસેક્સ કાઉન્ટી ક્લબ માટે રમતો રહેશે. તેણે ગયા વર્ષે તે ક્લબ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.

1) ઘૂંટણ ઉપર બેસવું વિચિત્ર હતું

કુકે કહ્યું, 'કોઈ તમને એવું કહે કે તમારે ચાલવાનું છે અને પછી ઘૂંટણ ઉપર બેસવાનું છે, તો તે તમારા માટે અસહજ બની રહે. હું બહુ નર્વસ હતો. હું હજારો લોકો સામે ક્રિકેટ રમ્યો છું. પરંતુ ફક્ત ચાલવું અને ઘૂંટણ ઉપર બેસવું અસહજ હતું.'

34 વર્ષીય કુકે ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પોતાની છેલ્લી મેચમાં ભારત વિરુદ્ધ ઓવલના મેદાન ઉપર યાદગાર સદી ફટકારી હતી. તેણે ભારત વિરુદ્ધ જ 2006માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

કુકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા પણ હતા. તેના નામે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ ટેસ્ટ મેચ, ટેસ્ટ રન અને ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. તેણે 161 ટેસ્ટમાં 45.35ની એવરેજથી 12472 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 33 સદી અને 57 અર્ધસદી ફટકારી છે.

બ્રિટિશ રાજા અને રાણી દ્વારા કોઈ વ્યક્તિની ઉપલબ્ધિઓ અથવા દેશની સેવા માટે નવા વર્ષે નાઈટહુડ આપવામાં આવે છે. જેને આ સન્માન આપવામાં આવે છે, તેના નામ આગળ  'સર' લખવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો