તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંતે પોતાની ફિટનેસનો નમૂનો આપતા મેદાન પર શૉન માઇકલ્સનો 'કિપ અપ' સ્ટેપ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઋષભ પંતે ચોથી ટેસ્ટમાં 159* રનની ઇંનિંગ્સ રમી હતી 
  • તે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: સિડનીમાં ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રમાય રહેલ ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમે 7 વિકેટ 624 રન કરી ઇંનિંગ્સ ડિક્લેર કરી હતી. વિકેટકીપર ઋષભ પંતે 189 બોલમાં 159 રન કર્યા હતા. તે ઇંનિંગ્સ વખતે ડ્રિંક્સ બ્રેક દરમિયાન પંતે પોતાની ફિટનેસનો નમૂનો આપ્યો હતો. તેણે WWEના સ્ટાર શૉન માઇકલ્સનો 'કિપ અપ' સ્ટેપ કર્યો હતો.

1) પંત ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડમાં સદી ફટકારનાર બીજો વિકેટકીપર બન્યો

પંત જમીન ઉપર સૂતો હતો અને અચાનકથી કિક અપ સ્ટંટ કરતા કૂદકો મારી ઉભો થઇ ગયો હતો. એવું માનવામાં આવે છે આવો સ્ટંટ કરવા માટે બહુ જ તાકત અને એનર્જીની જરૂર હોય છે. પંતે આ અઘરો સ્ટંટ એકદમ આરામથી કર્યો હતો.

પંત ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો હતો. તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી કરનાર  બીજો વિદેશી ખેલાડી બન્યો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના જેફ્રી ડૂજોને 1984માં મેનચેસ્ટર અને પર્થ ખાતે સદી ફટકારી હતી.

પંત ઓસ્ટ્રેલિયામાં 200+ રન અને 20 કેચ લેનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો હતો. તેણે આ સિરીઝમાં કુલ 350 રન કર્યા છે. ચેતેશ્વર પુજારાના 521 રન પછી તેણે ભારત માટે સૌથી વધુ રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...