દરખાસ્ત / ટેસ્ટ ક્રિકેટમાં પણ 'નો બૉલ' પર મળશે ફ્રી હિટ, મેચને વધુ રોચક બનાવવા પ્રયાસ

Divyabhaskar.com

Mar 14, 2019, 09:06 AM IST
Now in test cricket, there will be a free hit on the no ball

સ્પોર્ટસ ડેસ્ક. ટેસ્ટ ક્રિકેટને વધુ રોચક બનાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. આ માટે હવે ટેસ્ટ ક્રિકેટ મેચમાં પણ નૉ બોલ પર ફ્રી હિટ અપાશે. આ ઉપરાંત સમયનો બગાડ રોકવા શૉટ ક્લૉકનો ઉપયોગ કરાશે તેમજ જુલાઈમાં શરૂ થનારી પહેલી વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં એક સ્ટાન્ડર્ડ બૉલનો ઉપયોગ કરાશે.

ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ વર્લ્ડ ક્રિકેટ કમિટીએ ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે આ પ્રસ્તાવ મૂક્યા હતા. દર વર્ષે નિયમમાં આ રીતે ફેરફાર કરીને ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરાય છે.

નો બૉલ પર ફ્રી હિટનો ઉપયોગ વન-ડે અને ટી-20માં પહેલેથી જ છે, જે અંતર્ગત નો બૉલ પછીના બૉલ પર બેટ્સમેનને ફ્રી હિટ મળે છે. એટલે કે જો તે આઉટ પણ થઈ જાય તો તે માન્ય નથી ગણાતું. ફ્રી હિટ પર બેટ્સમેન મોટો શોટ રમવાનો પ્રયાસ કરે છે, જે હંમેશા દર્શકોમાં રોમાંચ લાવે છે.

X
Now in test cricket, there will be a free hit on the no ball
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી