તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્તિક અને શંકરે કહ્યું, ટીમમાં સામેલ હોવું સપનું સાકાર થવા સમાન છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીસીસીઆઈએ મંગળવારે વર્લ્ડકપ માટે 15 સદસ્યની ટીમ જાહેર કરી
  • દિનેશ કાર્તિકને ટીમમાં બીજા વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું
  • માત્ર 9 વનડે રમેલા વિજય શંકરનો સમાવેશ પણ ઓલરાઉન્ડર તરીકે થયો છે

સ્પોર્ટ્સ ડેસ્ક: વિકેટકીપર દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર વિજય શંકરે વર્લ્ડકપની ટીમમાં પસંદ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. કાર્તિકે કહ્યું હતું કે, વર્લ્ડકપની ટીમમાં સામેલ થવું સપનું સાકાર થવા સમાન છે. હું આ ટુર્નામેન્ટનો હિસ્સો બનવા માંગતો હતો અને હવે રમવા માટે બહુ ઉત્સાહિત છું. કાર્તિક છેલ્લે 2007ની વર્લ્ડકપ ટીમમાં પસંદ થયો હતો, પરંતુ ત્યારે એક પણ મેચ રમી શક્યો નહોતો. તે પછી 2011 અને 2015ની વર્લ્ડકપ ટીમમાં તેની પસંદગી થઈ ન હતી. 

માત્ર 9 વનડે રમેલા ઓલરાઉન્ડર વિજય શંકરે કહ્યું હતું કે, હું બહુ ખુશ છું કે વર્લ્ડકપમાં મારુ સિલેક્શન થયું છે. આ મારુ સપનું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં વર્લ્ડકપ વિજેતા ટીમના કેટલાક સદસ્ય છે. હું તેમની પાસેથી દબાણનો સામનો કઈ રીતે કરવો તે શીખી રહ્યો છુ.