વિવાદ / વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ઓર્ડર કર્યા છે: અંબાતી રાયુડુ

divyabhaskar.com

Apr 16, 2019, 07:07 PM IST
Just Ordered a new set of 3d glasses to watch the world cup: Ambati Rayudu

  • ટીમની જાહેરાત વખતે મુખ્ય સિલેક્ટર પ્રસાદે કહ્યું હતું કે અમે રાયુડુને તક આપી હતી, પરંતુ શંકર 3 ડાયમેન્શનલ ખેલાડી છે, તે બેટિંગ સાથે બોલિંગ અને ફિલ્ડિંગથી પણ યોગદાન આપશે
  • ટીમમાં સ્થાન ન મળતા ગુસ્સે ભરાયેલા રાયુડુએ ટ્વીટમાં કહ્યું કે વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ઓર્ડર કર્યા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ગઈ કાલે ભારતીય ટીમ જાહેર થઇ ત્યારે બધાની નજર એના પર હતી કે સિલેક્ટર્સ ચોથા નંબરે બેટિંગ કરવા માટે કોની પસંદગી કરે છે. રાયુડુ ભારતે રમેલી છેલ્લી 24 વનડેમાંથી 21માં ટીમનો ભાગ હતો, જે દરમિયાન તેણે 1 સદી અને 4 અર્ધસદી ફટકારી હતી. જોકે આશ્ચર્યજનક રીતે તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતુ. 6 મહિના પહેલા કોહલીએ પણ રાયુડુની તરફેણમાં કહ્યું હતું કે હવે ચોથા નંબરની શોધ પૂરી થઇ ગઈ છે. તેવામાં રાયુડુની બાદબાકી અંગે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, અમે રાયુડુને ઘણા ચાન્સ આપ્યા હતા પરંતુ વિજય ટીમમાં બેલેન્સ લાવે છે. વિજય 3 ડાયમેન્શનલ ખેલાડી છે. તે બેટિંગ સાથે બોલિંગ અને ફિલ્ડિંગ વડે પણ યોગદાન આપે છે. તેથી અમે તેના ઉપર પસંદગી ઉતારી છે.

તેના જવાબમાં રાયુડુએ આજે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેણે વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ઓર્ડર કર્યા છે. હવે જોવાનું રહેશે કે તેની આ ટ્વીટ કેટલી નવી કોન્ટ્રોવર્સી ઉભી કરે છે.

X
Just Ordered a new set of 3d glasses to watch the world cup: Ambati Rayudu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી