વર્લ્ડકપ / ઈગ્લેંડે જાહેર કરી પ્રીલિમનરી સ્કવોડ, ફાઈનલ ટીમની પસંદગી 19મેના રોજ પાકિસ્તાન સીરિઝ પૂરી થાય પછી કરશે

divyabhaskar.com

Apr 17, 2019, 06:05 PM IST
Jofra Archer not in England's preliminary World Cup squad

 • જોફરા આર્ચરને ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન ન મળ્યું, જોકે પાકિસ્તાન સામેની સીરિઝમાં સ્થાન મળ્યું છે 
 • ઓઇન મોર્ગનની કપ્તાનીમાં પસંદ થયેલી પ્રીલિમનરી ટીમમાં 7 ઓલરાઉન્ડર છે
   


સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે વર્લ્ડકપ માટે ઓઇન મોર્ગનની કપ્તાનીમાં 15 સદસ્યની પ્રીલિમનરી ટીમ જાહેર કરી છે, જેમાં 7 ઓલરાઉન્ડર છે. તેમાં બધાની આશા વચ્ચે જોફરા આર્ચરને સ્થાન નથી મળ્યું. જોકે તેને ક્રિસ જોર્ડન સાથે પાકિસ્તાન સામેની સીરિઝમાં જગ્યા મળી છે. તે પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરીને વર્લ્ડકપમાં રમવાની તક મેળવી શકે તેમ છે. ઇંગ્લેન્ડ પોતાની અંતિમ ટીમ પાકિસ્તાન સામેની સીરિઝ પછી જાહેર કરશે, જે સીરિઝ 19 મેના રોજ સમાપ્ત થશે.

ઇંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપમાં કોઈ ફેરફાર નથી અને કેપ્ટ્ન ઓઇન મોર્ગનના નેતૃત્વ તેઓ પોતાના નિયમિત બેટ્સમેન જોની બેરસ્ટો, જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને જોસ બટલર સાથે જ મેદાને ઉતરશે. જયારે ફાસ્ટ બોલિંગની જવાબદારી ક્રિસ વોક્સ, માર્ક વુડ, લિયમ પ્લાન્કટ, ડેવિડ વિલી અને ટોમ કરનને સોંપવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક સમાવેશ જોઈ ડેનલીનો છે. તેને મોઇન અલી અને આદિલ રાશિદના બેકઅપ તરીકે ટીમમાં જગ્યા મળી છે.

જોફર આર્ચર 17 માર્ચે ઇંગ્લેન્ડનો નાગરિક બન્યો
મૂળ બારબાડોસ, વેસ્ટ ઇન્ડિઝમાં જન્મેલા જોફરા આર્ચરે 17 માર્ચ 2019ના રોજ 3 વર્ષનો ક્વોલિફિકેશન કાર્યકાળ સમાપ્ત કરીને બ્રિટિશ નાગરિક બન્યો હતો. તે સાથે જ તે વર્લ્ડકપ સિલેક્શન માટે અવેલેબલ છે. આર્ચરના પિતા ઇંગ્લિશ છે અને તેની પાસે યુકે પાસપોર્ટ છે.

ઇંગ્લેન્ડના નેશનલ સિલેક્ટર એડ સ્મિથે કહ્યું હતું કે આઈસીસીના નિયમ અનુસાર ક્રિકેટ વર્લ્ડકપ માટેની પ્રીલિમનરી સ્ક્વોડ 23 એપ્રિલ સુધીમાં જાહેર કરવાની હતી. જોકે પાકિસ્તાન સામેની સીરિઝમાં પસંદ થયેલા બધા ખેલાડી પાસે વર્લ્ડકપમાં સ્થાન મેળવવાની તક છે. સિલેકશન કમિટી જોફરા આર્ચરના પ્રદર્શનથી પ્રભાવિત થઇ હતી, તેણે ડોમેસ્ટિકમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ઇંગ્લેન્ડની વર્લ્ડકપ માટેની પ્રીલિમનરી સ્ક્વોડ: જોની બેરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઓઇન મોર્ગન (કેપ્ટ્ન), બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, લિયમ પ્લાન્કટ, આદિલ રાશિદ, માર્ક વુડ, એલેક્સ હેલ્સ, ટોમ કરન, જોઈ ડેનલી અને ડેવિડ વિલી

X
Jofra Archer not in England's preliminary World Cup squad
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી