તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈશાન કિશને સતત બીજી મેચમાં સદી ફટકારી, ઝારખંડ 121 રને જીત્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈશાને મણિપુર વિરુદ્ધ 62 બોલમાં 113 રનની ઇનિંગ્સ રમી 
  • તેણે ગઈ મેચમાં જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધ 100 રન કર્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક: ઝારખંડના કેપ્ટ્ન ઈશાન કિશને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સતત બીજી સદી ફટકારી હતી. તેણે વિજયવાડા ખાતે મણિપુર વિરુદ્ધના મુકાબલામાં 113 રનની ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સની મદદથી ઝારખંડે મણિપુરને 121 રને હરાવ્યું હતું. ત્રણ મેચમાં ત્રણ જીત સાથે કિશનની ટીમ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. 

 

કિશને આ પહેલાની મેચમાં જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધ 100 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે મણિપુર વિરુદ્ધ  62 બોલમાં 12 ચોક્કા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તે ઉપરાંત તેણે વિરાટસિંહ સાથે બીજી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. વિરાટે 73 રન કર્યા હતા. 

 

ઝારખંડના ઉત્કર્ષ અને રાહુલે 3-3 વિકેટ લીધી

ઝારખંડે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા. તેમના માટે આનંદસિંહે 26 રનની ઇનિંગ્સ રમી હતી. 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મણિપુરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 98 રન જ કરી શકી હતી. તેમના માટે યશપાલ શર્માએ 40 રન બનાવ્યા હતા. ઝારખંડ માટે ઉત્કર્ષસિંહ અને રાહુલ શુક્લાએ 3-3 વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો