વર્લ્ડકપ / આઇપીએલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગી નથી કરી: મુખ્ય સિલેક્ટર પ્રસાદ

divyabhaskar.com

Apr 15, 2019, 06:50 PM IST
IPL form wasn't considered while selecting team for WC

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે કહ્યું હતું કે, "આઈપીએલના ફોર્મને સિલેક્શન વખતે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. શુભમન ગિલ, મયંક અગ્રવાલ જેવા યુવા ખેલાડીઓ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ અમે વર્લ્ડકપમાં સિલેક્શન માટે આઇપીએલનું પ્રદર્શન ધ્યાનમાં લીધું નથી. પંત ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે આ સૂચિમાં શામેલ નથી."

ઓલરાઉન્ડ જાડેજા ટીમમાં જરૂરી છે
ક્યારેક મેચમાં એવી પરિસ્થિતિ આવે છે જયારે ઓલરાઉન્ડરની જરૂર પડે છે. આ ટીમમાં જાડેજા એટલે જ જરૂરી છે. તે ટીમને ફાયદાકારક સાબિત થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી અમે રાયુડુને કેટલીક તક આપી હતી, પરંતુ વિજય શંકર બોલિંગ પણ કરી શકતો હોવાથી તેને સ્થાન મળ્યું છે.

ચોથા નંબરે કાર્તિક અથવા જાધવ બેટિંગ કરી શકે છે
કેદાર જાધવ અથવા દિનેશ કાર્તિકમાંથી કોઈ ચોથા નંબરે બેટિંગ કરી શકે છે. છેલ્લા એક મહિનાથી બીજા વિકેટકીપરની પસંદગી અંગે ટીમ ઘણી મૂંઝવણમાં હતી. પરંતુ સારી વિકેટકીપિંગના લીધે કાર્તિકને સ્થાન મળ્યું છે. લોકેશ રાહુલ બેકઅપ ઓપનર તરીકે ટીમમાં છે. ટીમ પોતાની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરશે.

X
IPL form wasn't considered while selecting team for WC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી