તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંત, રાયુડુ અને સૈનીને સ્ટેન્ડબાય જાહેર કરાયા, કોઈ ઈજાગ્રસ્ત થાય તો વર્લ્ડકપમાં એન્ટ્રી મેળવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઋષભ પંત પ્રથમ સ્ટેન્ડબાય અને અંબાતી રાયુડુ બીજો સ્ટેન્ડબાય છે
  • નવદીપ સૈનીને ફાસ્ટ બોલર્સના બેકઅપ તરીકે તૈયાર રહેવાનું કહેવાયું
  • સોમવારે ટીમ જાહેર થઈ ત્યારે પંત અને રાયુડુની બાદબાકી ચર્ચાનો વિષય બની હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: યુવા વિકેટકીપર ઋષભ પંત અને અનુભવી અંબાતી રાયુડુને બુધવારે ભારતીય વર્લ્ડકપ સ્ક્વોડમાં સ્ટેન્ડ બાય જાહેર કરાયા છે. તેમની સાથે આઇપીએલમાં પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કરનાર નવદીપ સૈનીને પણ ત્રીજા બેકઅપ તરીકે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતા વર્લ્ડકપમાં કોઈ ઈજાગ્રસ્ત થાય તો ત્રણમાંથી ટીમની જરૂરિયાત પ્રમાણે કોઈ એકની પસંદગી થશે.

બીસીસીઆઈના એક ઓફિશિયલે કહ્યું હતું કે, "ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમે વર્લ્ડકપ માટે પણ ત્રણ સ્ટેન્ડબાય જાહેર કર્યા છે. ઋષભ પંત અને અંબાતી રાયુડુ અનુક્રમે પહેલો અને બીજો સ્ટેન્ડબાય છે જયારે નવદીપ સૈની બોલર્સના બેકઅપ માટે છે. જો કોઈને ઇજા થાય તો ત્રણમાંથી કોઈ એક ખેલાડી ઇંગ્લેન્ડ જશે." 
 
સોમવારે સાંજે પંત અને રાયુડુની બાદબાકી ચર્ચાનો વિષય બની હતી. સુનિલ ગાવસ્કરે પંતની બાદબાકીને આશ્ચર્યજનક ગણાવી હતી, તો ગૌતમ ગંભીરે રાયુડુની નાપસંદગી ઉપર પ્રશ્ન કર્યો હતો.નોંધ લેવા જેવી બાબત એ છે કે હવે આઈસીસીએ પ્રોબેબલ જાહેર કરવું ફરજીયાત નથી રાખ્યું, તેવામાં બીસીસીઆઈ જરૂર પડે તો આ 3 સિવાય અન્ય કોઈ ખેલાડીને પણ ટીમમાં સ્થાન આપી શકે છે.