તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી; ધવનને આરામ, તેની જગ્યાએ રાહુલને તક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્લેન મેક્સવેલે 43 બોલમાં 56 રન કર્યા હતા - Divya Bhaskar
ગ્લેન મેક્સવેલે 43 બોલમાં 56 રન કર્યા હતા
  • ભારત માટે મયંક માર્કન્ડે ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કરી રહ્યો છે
  • ઓસ્ટ્રેલિયા માટે પીટર હેન્ડકોમ્બ ડેબ્યુ કરી રહ્યો છે
  • ટી-20માં રોહિત શર્મા સૌથી વધુ સિક્સ ફટકારવાના કીર્તિમાનથી 2 સિક્સ દૂર

સ્પોર્ટ્સ ડેસ્ક:127 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 127 રન કરીને 3 વિકેટે મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી 2 ઓવરમાં મેચ જીતવા 16 રનની જરૂર હતી. બુમરાહે 19મી ઓવરમાં માત્ર 2 રન આપીને 2 વિકેટ ઝડપતા ભારતની વાપસી થઇ હતી. જોકે ઉમેશ યાદવ 14 રન ડિફેન્ડ નહીં કરી શકતા ઓસ્ટ્રેલિયાએ 2 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપનાર નેથન કુલ્ટર નાઇલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેમના માટે ગ્લેન મેક્સવેલે 56 રન અને ડાર્સી શોર્ટે 37 રન કર્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહે 3 વિકેટ જયારે યૂઝવેન્દ્ર ચહલ અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. સિરીઝની બીજી મેચ 27 તારીખે બેંગ્લુરુ ખાતે રમાશે.

 

બુમરાહની 19મી ઓવર: 12 બોલમાં 16 રનની જરૂર 

18.1  બુમરાહ ટુ હેન્ડકોમ્બ 0 રન, 11 બોલમાં 16 રનની જરૂર 
18.2 બુમરાહ ટુ હેન્ડઓમ્બ 1 રન ડીપ સ્ક્વેર લેગ પર, 10 બોલમાં 15 રનની જરૂર 
18.3 બુમરાહ ટુ કુલ્ટર નાઈલ 0 રન, 9 બોલમાં 15 રનની જરૂર 
18.4 બુમરાહ ટુ કુલ્ટર નાઇલ 1 રન,  8 બોલમાં 14 રનની જરૂર 
18.5 બુમરાહ ટુ હેન્ડકોમ્બ, શોર્ટ બોલ, હેન્ડકોમ્બની મિશ-હિટ,

        ધોનીનો આસાન કેચ, બુમરાહની 50મી વિકેટ 

7 બોલમાં 14 રનની જરૂર 
18.6 બુમરાહ ટુ કુલ્ટર નાઇલ બોલ્ડ, ક્લીન બોલ્ડ 
6 બોલમાં 14 રનની જરૂર 

 

ઓસ્ટ્રેલિયા 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 98 રન કર્યા

127 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 98 રન કર્યા છે. ડાર્સી શોર્ટ 36 રને અને પીટર હેન્ડકોમ્બ 2 રને રમી રહ્યા છે. મેક્સવેલ 43 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. તે ચહલની બોલિંગમાં સિક્સ ફટકારવા જતા લોન્ગ-ઓફ ઉપર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

 

ઓસ્ટ્રેલિયા 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 67 રન કર્યા

127 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 67 રન કર્યા છે. ડાર્સી શોર્ટ 21 રને અને ગ્લેન મેક્સવેલ 45 રને રમી રહ્યા છે.

 

ઓસ્ટ્રેલિયાએ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 28 રન કર્યા

127 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 5 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 28 રન કર્યા છે. ડાર્સી શોર્ટ 11 રને અને ગ્લેન મેક્સવેલ 16 રને રમી રહ્યા છે. ફિન્ચને બુમરાહે પહેલા બોલે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. સ્ટોઈનિસ 1 રને યાદવ દ્વારા રનઆઉટ થયો હતો.

 

ભારતે પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવી 126 રન કર્યા

ભારત 20 ઓવરમાં વિકેટ 7 ગુમાવી 126 રન કર્યા છે. ભારત માટે કમબેક કરી રહેલા લોકેશ રાહુલે સર્વાધિક 50 રન કર્યા હતા. તે સિવાય એમએસ ધોનીએ 29 રન અને કેપ્ટ્ન વિરાટ કોહલીએ 24 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતો. ભારતે પ્રથમ 51 બોલમાં 1 વિકેટ ગુમાવી 69 રન કર્યા,બાકીના 69 બોલમાં 6 વિકેટ ગુમાવી 57 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નેથન કુલ્ટર નાઇલે 3 વિકેટ ઝડપી હતી, જયારે જેસન બેહરેનડોર્ફ, એડમ ઝાંપા અને પેટ કમિન્સે 1-1 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 1-0ની લીડ લેવા 127 રનની જરૂર છે. 

 

ભારતે 15 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 100 રન કર્યા

ભારતે 15 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 100 રન કર્યા છે. એમએસ ધોની 14 રને રમી રહ્યો છે. કાર્તિક કુલ્ટર નેઇલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 3 બોલમાં 1 રન કર્યો હતો. રાહુલ 36 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. કુલ્ટર નાઇલની બોલિંગમાં તે મીડ-ઓન ઉપર ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો. કૃણાલ 6 બોલમાં એક રન કરીને, ખરાબ શોટ રમતા કુલ્ટર નેઇલની બોલિંગમાં આઉટ થયો હતો.

 

ભારતે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 80 રન કર્યા

ભારતે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. લોકેશ રાહુલ 46 રને રહ્યો છે. પંત 3 રને બેહરેનડોર્ફ/ હેન્ડકોમ્બ દ્વારા રનઆઉટ થયો હતો. બેહરેનડોર્ફે પોઇન્ટ પર શાનદાર ડાઇવ લગાવી હતી. કોહલી 17 બોલમાં 24 રન કરીને ઝાંપાની બોલિંગમાં લોન્ગ-ઓન પર કુલ્ટર નેઇલના હાથે કેચ આઉટ થયો હતો.

 

ભારતે 5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 38 રન કર્યા     
ભારતે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 38 રન કર્યો છે. લોકેશ રાહુલ 22 રને અને વિરાટ કોહલી 11 રને રમી રહ્યા છે. રોહિત શર્મા જેસન બેહરેનડોર્ફની બોલિંગમાં શોર્ટ ફાઈન લેગ પર એડમ ઝાંપાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 5 રન કર્યા હતા.

 

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી-20માં વિશાખાપટનમ ખાતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટ્ન આરોન ફિન્ચે ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. ભારતીય ટીમમાં શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ લોકેશ રાહુલ ઓપનિંગ કરશે. ઉમેશ યાદવ ભુવનેશ્વર  કુમારની જગ્યાએ રમી રહ્યો છે. જયારે યુવા લેગ-સ્પિનર  મયંક માર્કન્ડે ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા માટે પીટર હેન્ડકોમ્બ ડેબ્યુ કરી રહ્યો છે.

Mayank Markande all set to make his T20I debut for #TeamIndia 😎😎#AUSvIND pic.twitter.com/Ogv0V1iHzO

— BCCI (@BCCI) February 24, 2019

ભારતીય ટીમ:  લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટ્ન),  ઋષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકીપર), મયંક માર્કન્ડે, કૃણાલ પંડ્યા, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

 

ઓસ્ટ્રેલિયન ટીમ: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડાર્સી શોર્ટ, પીટર હેન્ડકોમ્બ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એષટોન ટર્નર, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, એડમ ઝાંપા, જેસન બેહરેનડોર્ફ  અને જઈ રિચાર્ડસન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો