તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતીકાલે આઈસીસીની બેઠક, વર્લ્ડકપમાં સલામતી તેમજ ભારત-પાક મેચ ઉપર ચર્ચા થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુલવામા હુમલા પછી ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે રમવા નથી માંગતું 
  • આ મામલે બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખ્યો હતો 
  • વર્લ્ડકપમાં 16 જૂને ભારતની પાકિસ્તાન સામે મેચ છે
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના મુખ્ય અધિકારીઓની બેઠક આવતીકાલે દુબઇમાં થશે. ઇંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાનારા વર્લ્ડકપ માટે આ બેઠક મહત્વની સાબિત થશે. પુલવામા હુમલા પછી એવું માનવામા આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે રમવા નહીં માંગે. બીસીસીઆઈ પહેલા જ પાકિસ્તાનને રમતથી દૂર કરવા આઈસીસીને પત્ર લખી ચૂક્યું છે.

1) આઈસીસી વર્લ્ડકપ સુરક્ષાની તૈયારી બાબતે બધા દેશોને જાણકારી આપશે

પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં ભારતે 16 જૂનના રોજ માન્ચેસ્ટર ખાતે મેચ રમવાની છે. આ પહેલા બંને ટીમ એશિયા કપમાં એક બીજા સામે રમી હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સીઈઓની બેઠકમાં આઈસીસી વર્લ્ડકપની સુરક્ષાને લઈને ભારતની શંકાઓને દૂર કરવાની કોશિશ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આઈસીસી ભારત-પાકિસ્તાનની આગામી મેચ વિશે કોઈ ચર્ચા કરવા માંગતું નથી. તો બીજી તરફ, બંને દેશના ક્રિકેટ બોર્ડ આ બાબતે બેઠકમાં ચર્ચા કરવા માંગે છે.

બીસીસીઆઈના પદાધિકારીઓએ આ બેઠકને લઈને કહ્યું હતું કે, " વર્લ્ડકપ દરમિયાનની સુરક્ષા વ્યવસ્થા બાબતે બધાને જાણકારી આપવામાં આવશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ હંમેશાં સુરક્ષા મામલે કડક વલણ જ અપનાવ્યું છે."

તેમણે કહ્યું કે, "આઈસીસી કોઈ પણ દેશને અન્ય દેશ સાથે સંબંધ તોડવા કહી શકશે નહીં, કારણકે તે આ સ્થિતિમાં નથી. એવું કરવું તેમના માટે યોગ્ય નહીં હોય. આ રાજકીય મામલો છે. તેનો ઉકેલ સરકાર લાવે તે જ યોગ્ય છે."

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે (સીઓએ) આઈસીસીને લખેલા પત્રમાં આંતકવાદ સાથે સંબંધ રાખનાર દેશોનો ક્રિકેટમાંથી બહિષ્કાર કરવાની વાત કરી હતી. જોકે, સીઓએએ તે પત્રમાં પાકિસ્તાનનું નામ લીધું ન હતું. આ બેઠકમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી આ પત્ર વિષે ચર્ચા કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો