તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિક પંડ્યા બીસીસીસાઈના લોકપાલ સામે હાજર થયો, રાહુલ પણ ટૂંક સમયમાં હાજરી આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકપાલ ચેટ શો કોફી વિથ કરણની તપાસ કરી રહ્યા છે
  • શોમાં હાર્દિક અને રાહુલે આપત્તીજનક ટિપ્પણી કરી હતી 

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ  શોના વિવાદ સંબંધિત તપાસ માટે બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈન સામે હાજર થયો હતો. શોમાં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે આપત્તિજનક ટિપ્પણી કરી હતી તેની તપાસ ચાલી રહી છે. આઇપીએલમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ માટે જયારે લોકેશ રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહ્યા છે. રાહુલ પણ ટૂંક સમયમાં લોકપાલ સામે હાજર થશે.

વિવાદ પછી બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે બંને ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે પછી તપાસ પૂરી ન થાય ત્યાર સુધી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. હવે લોકપાલ તપાસ પૂરી કરીને સીઓએને રિપોર્ટ આપશે. 15 એપ્રિલે વર્લ્ડકપ માટેની ટીમ પસંદ કરવામાં આવશે, જેમાં બંને ખેલાડીઓનો સમાવેશ થાય તેવી શકયતા છે.